ભાવ. યુનિ.ના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ વર્કશોપ યોજાયો

646

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે લાઈસાયન્સ ભવન, રાજહંસ નેચર કલબ ટ્રસ્ટ તથા ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ દ્વારા વર્કશોપ આયોજીત કરવામાં આવેલ, જેનું ઉદ્દઘાટન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગીરીશભાઈ પટેલના હસ્તે તા. ૮ના રોજ કરવામાં આવેલ હતું. અને પુર્ણાહુતી તા. ૧૦ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. કૌશિકભાઈ ભટ્ટના અતિથિ પદે થયેલ હતી. આ વર્કશોપનો મુખ્ય હેતુ ઘટતી જતી જૈવવિવિધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના જાગૃતકતા કેળવવાનો હતો. જેમાં આપણા ભાવનગરના એસીએફ વિજયભાઈ રાઠોડ તથા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના એસીએફ એમ.એચ.ત્રિવેદીએ ઈન્ટરએકટીવ લેકચર આપ્યા હતાં. અને ડિપાર્ટમેન્ટના પુર્વ પ્રોફેસર ડો.બી.આર. પંડિત અને હાલના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા ડો. ભારતસિંહ ગોહિલે વન્યજીવનનું મહત્વ દર્શાવતા લેકચર્સ આપ્યા હતાં.

આ વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રકૃતિ વચ્ચે જઈને કાળિયાર ઉદ્યાન, વેળાવદર અને હાથબ જેવા સ્થળોએ ટ્‌્રેકીંગ, ફોટોગ્રાફલી, એસ્ટ્રનોમી તથા કેમ્પફાયર અને વન્યજીવનનું મહત્વ સમજાવતો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં વિવીધ યુનિવર્સિટી અને ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ વડે ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો.

Previous articleરાજુલા-જાફરાબાદ તાલુકામાં કોળી સમાજના સમુહ લગ્ન
Next articleભાવેણાના પદ્મશ્રી જયોતિભાઈ ભટ્ટનું નાગરિક અભિવાદન