ભારતના ઉજ્જવળ ભવીષ્યના નીર્માણ અને આગામી લોકસભાની ચૂંટણી અને લોકતાંત્રિક પ્રકીયામાં ભાવનગર મહાનગરના પ્રબુધ્ધ નાગરીકો, શહેરના મહાજનોે, ડોકટરો, વકીલો, શીક્ષકો અને શહેરના ઓપીનીયન મેકરો જેવા પ્રબુધ્ધ નાગરીકોનું એક સંમેલનકેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતી ઈરાનીની ઉપસ્થિતીમાં આજે ઈસ્કોન કલબ ખાતે યોજાયુ હતું. જેમાં શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મેયર મનભા મોરી, જિલ્લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, બોટાદ જીલ્લા મંત્રી સુરેશભાઈ ગોધાણી, જીલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન, મહેશભાઈ રાવલ, રાજુભાઈ બાંભણીયા સહિત શહેરના મહાજનો, વકીલો ડોકટરો, સામાજીક આગેવાનો અને ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતીનીધીઓ હાજર રહ્યા હતા.
શહેરના મહાજનોને સંબોધતા કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતી ઈરાનીે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે ૬૦-૬૦ વર્ષો સુધી અને ત્રણ ત્રણ પેઢી સુધી અમેઠીનો વિકાસ નહી કરનારા દેશની જનતાને દેશના વિકાસના સપના દેખાડી મુર્ખ બનાવી રહ્યા છે. ગુજરાતમાં વિકાસની હાંસી ઉડાવનારા લોકો આજે દેશને વિકાસની દિશામાં લઈ જવાની વાતો કરે છે તેઓએ જવાહરલાલથી લઈ રાજીવ સુધીના ત્રણ ત્રણ પેઢીએ કરેલા ૫૫ વર્ષના શાસનની તુલનામાં નરેન્દ્રભાઈએ કરેલા ૫૫ મહિનાના શાસનનો હીસાબ મહાજનો સમક્ષ રજુ કરતા કહ્યું હતું કે જેમણે ગરીબી જોઈ નથી તેઓ ગરીબોની પીડાને ક્યારેય નથી સમજી શકવાના તેઓએ દેશના ગરીબો માટે વડાપ્રધાને શૌચાલયથી લઈ જનધન યોજના થકી પ્રાપ્ત સબસીડી સુધીનો હીસાબ આપતા જણાવ્યું હતું કે ખુદ કોંગ્રેસી વડાપ્રધાન રાજીવ ગાંધી કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચારનો જાહેરમાં સ્વિકાર કરતા કહ્યું હતું કે કેન્દ્રએ મોકલેલો રૂપીયો ઘસાઈ૨૫ પૈસા બની જાય છે ત્યારે આજે દેશના નાગરીકોના ખાતામાં સીધી સબસીડી જમા થતા કરોડો રૂા.નો ભ્રષ્ટાચાર અને વચેટીયાઓ નાબુદ થયા છે.