શેક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯મા થી શ્રી આર જે એચ હાઇસ્કુલ બોટાદ જીલ્લા ની શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી હતી ત્યાર બાદ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે ઉપસી આવવા માટે રાજ્યની કુલ-૧૫ દરખાસ્તોમાંથી રાજ્ય ની પસંદગી સમિતિ એટલે રાજ્ય કોર ગુપની એક બેઠક મળી હતી જેમા વિવિધ શાળાઓના ડોકયુમેન્શન.પ્રેઝન્ટેશન અને એપ્રાઇઝલ ફોર્મની વિગતોની ચકાસણી કરી ગુણાંકન કરતાં બોટાદ જિલ્લાની પ્રથમ કમાંકની શ્રેષ્ઠ શાળા આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ને ૧૦૯.૯૩ ગુણ સાથે રાજ્ય ની ત્રીજા ક્રમની શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી હતી
છેલ્લા પાંચ વર્ષથી શૈક્ષણિક સહ અભ્યાસકીય પ્રવુતિ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરી ગુજરાત રાજ્યને ગૌરવ અપાવનાર આ શાળા એ બોર્ડના ૯૦% ઉપરાંતના સરેરાશ પરિણામો ઉપરાંત નેશનલ કક્ષાએ ૦૮ ગોલ્ડ મેડલ સહિત કુલ ૪૯ રાષ્ટ્રીય કક્ષાના મેડલો પ્રાપ્ત કરીને ધુમ મચાવનાર આ શાળા હવે ગુજરાત રાજ્ય માટે નમુનારૂપ શાળા બની ગય છે શાળાના આચાર્ય જી.બી.હેરમા સહિત શાળા ના તમામ કર્મચારીઓની મહેનત નિષ્ઠા અને ધગશના કારણે આ શાળાએ આજે રાજ્યમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાની આ સિદ્ધિ બદલ રાજ્ય તથા જિલ્લાભરના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત જીલ્લા શિક્શણાધિકારી ધારાબેન પટેલ અને વહીવટદાર વાઢેર શાળા ના આચાર્ય ડો.જી.બી.હેરમા અને તેમની ટીમને શુભેચ્છા પાઠવેલ.