ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા ગુજરાતનાં જાણીતા વકતા નેહલબેન ગઢવી વિચાર ગોષ્ઠિમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તા.૧૩ ફેબ્રુઆરીના રોજ સરોજની નાયડુના જન્મદિવસ નિમિત્તે ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે ૮ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પાશ્ચાત સંસ્કૃતિના આક્રમણના કારણે આજની યુવા પેઢી મુળભુત સંસ્કારોને વિસરાતા જાય છે. પરંતુ નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા રાષ્ટ્રિય મહિલા દિવસ નિમિત્તે ત્રિદિવસીય વ્યાખ્યાનમાળા યોજીને આજની યુવા પેઢીને મુળભુત સંસ્કારોનું જતન કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.