જાલીનોટનાં બન્ને આરોપી જેલ હવાલે

937

સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ ભાવનગર દ્વારા પૂર્વ બાતમીનાં આધારે સીદસર રોડ પરથી જાલીનોટનો સોદો કરવા ભેગા થયેલા બે શખ્સોને ગઈકાલે ઝડપી લીધા હતા. તેની પાસેથી રૂા.૫૦૦નાં દરની ૪૨ નોટો કબ્જે લેવા સાથે અનેક વિગતો મેળવાઈ હતી. બાદમાં વધુ પુછપરછ માટે પાંચ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે આજે સેકન્ડ એસ.ડી.કોર્ટમાં રજુ કરતા બચાવ પક્ષનાં વકીલ જલાલ ડેરૈયાની દલીલો ગ્રાહ્ય રાખી રિમાન્ડના મંજુર કરી જજ એમ.એમ. સૈયદે બન્નેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા બન્નેને જેલ હવાલે કરાયા હતા.

એસઓજીએ પૂર્વ બાતમીનાં આધારે સીદસર રોડ પરથી ભાવેશ ઉર્ફે ભાવલો રમેશભાઈ ચૌહાણ-ભાવનગર, તથા મહેશ રમેશભાઈ સાંકળીયા લાઠી વાળાની રૂા.૫૦૦નાં દરની ૪૨ નોટો સાથે અટકાયત કરી હતી બાદમાં તેમની પુછપરછ કરતા તેઓ નકલી નોટનો સોદો કરવા ભેગા થયા હોવાનું જણાવેલ વધુ પુછપરછ કરતા ભાવેશ અને મહેશ લાઠીના પરેજ જગદીશભાઈ સોલંકી, રાજુલાનાં લખમણ ગોવિંદભાઈ અને બગસરાનાં પ્રતિકનાં નામ આપ્યા હતા અને આ કાવતરામાં પાંચ શખ્સો સામેલ હોવાનું જણાવેલ જ્યારે અન્ય ત્રણેય શખ્સોને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરેલ.આરોપીઓની વધુ પુછપરછમાં રાજુલાનાં લખમણ ગોવિંદભાઈનાં ઘરે જાલીનોટ છાપવાનું કામ કરાતુ હતુ જ્યારે પરેશ તથા પ્રતિક અગાઉ પણ નકલી નોટ મામલે ઝડપાયા હોવાનું ખુલ્યુ હતુ જાલી નોટ છાપવા માટેનું પ્રિન્ટર અમરેલીમાંથી ખરીદવા પ્રયાસ કરાયેલો પરંતુ આઈડી પ્રુફનાં અભાવે ત્યાંથી ખરીદાયેલ નહી જ્યારે ભાવનગરનાં નવાપરા કાવેરી કોર્પોરેશનમાંથી પ્રિન્ટર ખરીદાયેલું હતું ત્યારે એસઓજી દ્વારા ઝડપાયેલ બન્ને શખ્સોને વધુ માહિતી એકત્ર કરવાની માંગ સાથે પાંચ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે સેકન્ડ કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં બચાવ પક્ષનાં વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીઓનાં રિમાન્ડ ના મંજુર કરીને જેલ હવાલે કરાયા હતા.

Previous articleજાલીનોટ મામલે તપાસમાં પહોચેલી લાઠી પોલીસ પર હુમલો
Next article૩૯૯ કરોડના બોગસ બિલીંગમાં ભાવનગરનાં મુનાફ શેખની ધરપકડ : કોર્ટે જેલ હવાલે કર્યો