વડોદરા ખાતે યોજાએલ ઓલ ઇન્ડિયા ઓપન શિતોરિયુ કરાટે ચેમ્પિયન શીપ ૨૦૧૯ની સ્પર્ધામાં દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ધો.૧૦માં અભ્યાસ કરતી ચૌહાણ જાનકીબેન અજીતસિંહ (લવાડ), ચૌહાણ રીટાબેન અજીતસિંહ (વટવા), ચૌહાણ નેહાબેન નવલસિંહ (વટવા), ખડા સરિતાબેન રાજેશભાઇ (રૂદ્વાલ- ભિલોડા), ધો.૯માં અભ્યાસ કરતી પરમાર શ્રધ્ધાબેન દલપતસિંહ (અમરાભાઇના મુવાડા), ચૌહાણ પ્રિયંકાબેન વિક્રમસિંહ (લવાડ) તેમજ ધો.૮ની પરમાર પલકબેન દલપતસિંહ (અમરાભાઇના મુવાડા)એ કરાટે ફાઇટમાં ભાગ લઇ ૨ ગોલ્ડ,૪ સિલ્વર તેમજ ૫ બ્રોન્ઝ મેડલ મેળવી કુલ ૧૧ મેડલ પ્રાપ્ત કર્યા હતા.