માણસાનું ગૌરવ અને સાંસ્કૃતિક ધરોહર સમા પ્રાચીન ઐતિહાસિક ૧૪૮ વર્ષ જૂના અડીખમ સ્વામિનારાયણ હવેલી મંદિર કે જેમાં રહેલી ભગવાનની પ્રતિમાઓ ને અમાનવીય અપમાનિત અને ગરિમાનું મધરાત્રીએ તોડફોડ કરી મૂર્તિઓને ઉઠાવી જવામાં આવી હતી જેનાથી સત્સંગીઓ અને પ્રજાજનો ને ભારે આઘાત લાગ્યો હતો.
૧૪૮ વર્ષ પહેલા ૬/૫/૧૮૭૦ ના દિવસે માણસામાં સ્વામિનારાયણ ભગવાન હવેલી મંદિર નો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં સિદ્ધ અને તપસ્વી સંતો-મહંતો ના આશીર્વાદ તેમજ આજના સમયની કરોડો ની કિંમત ની એ જમીન કે જે રાયસંગજી રાઓલ નું સમર્પણ છે તેવા રાજપુત અને વળી પરિવારોનું દાન અને યોગદાન તેમજ અન્ય તમામ સમાજનું પ્રત્યક્ષ યા પરોક્ષ તન મન ધનથી યોગદાન આપી બનાવાયેલ આ મંદિરની ઘનશ્યામ મહારાજ, રાધા-કૃષ્ણ દેવ તથા શિવ પરિવાર ઉત્તરાયણના આગળના રાત્રે ભરનિંદ્રામાં પોઢેલા હતા તે સમયે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન ને નેવે મૂકી કેટલાક લોકો દ્વારા મૂર્તિઓને ખંડિત કરી હતી જેની સવારે ધનુર માસના છેલ્લા દિવસે ધૂનમાં આવેલા ભક્તો ને મૂર્તિઓ ન દેખાતા અને આગલી રાત્રે બનેલી ઘટનાની જાણ થતા કારમો આઘાત લાગ્યો હતો અને તે સમય દરમિયાન માં અનન્ય હરિભક્ત પુરૂષોત્તમભાઇ પટેલ તો આઘાત સહન ન કરી શકતા ઢળી પડેલા હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.