જમ્મૂ : જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં ઝ્રઇઁહ્લનાં કાફલા પર થયેલ હુમલાનાં વિરોધમાં શુક્રવારનાં રોજ જમ્મુ બંધ દરમ્યાન જબરદસ્ત વિરોધ પ્રદર્શન થયો. લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો જાહેર માર્ગો પર વિરોધ પ્રદર્શન કરવા નીકળી પડ્યાં અને ચાર રસ્તાઓને જામ કરી દીધાં. ગુજ્જરનગર વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગચંપી પણ કરી દેવાઇ છે. જો કે બે જૂથોમાં થયેલ પથ્થરબાજીમાં ડીઆઇજી વિવેક ગુપ્તા સહિત લગભગ ૪૦ લોકો ઘાયલ પણ થયાં છે.