કાશમીરમાં આતંકી હુમલાના વિરોધમાં ઋષીવંશી સમાજ સેવા સંઘ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે આક્રોશ રેલી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. રેલીમાં જોડાયેલા યુવાનોએ પાકિસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાનને પાઠ ભણાવવા સરકારને અનુરોધ કર્યો હતો. સંઘના પ્રમુખ હેમરાજભાઈ પાડલીયાએ ઉગ્ર શબ્દ્યોમાં આતંકી ઘટનાને વખોડી કાઢી છે.