સૌરાષ્ટ્ર ભાવનગર બ્લડ બેંકમાં અત્યંત આધુનિક રોબોટ દ્વારા દર્દીનું સેમ્પલને રક્તદાતાના રકતનું બ્લડ ગ્્રુપ ક્રોસમેચ દ્વારા ટેસ્ટ કરી ૧૮-ર૦ મિનિટમાં પ્રિન્ટ આપે જેનાથી માનવીય ભુલ અટકાવી શકાય.
દરેક રક્તદાતાના સેમ્પલના ફરજીયાત ટેસ્ટ એચ.આઈ.વી., કમળો, જાતિય રોગ, મેલેરીયાના એક સાથે ૯૬ ટેસ્ટ ૩.૩૦ કલાકમાં કરી આપી, જીવાણું યુક્ત લોહીના સેમ્પલ ડીસકાર્ડ કરે છે. આ મશીનો ૮૭ લાખના ભાડે લઈ દર્દીઓ ગુણવત્તા માટે પાંચ વર્ષના સમયગાળા માટે લીધા જેથી તેના પ્રોસેસનો ચાર્જ વધશે પણ ગુણવત્તાવાળું-સલામત લોહી આપી શકાશે.
ઈલેકટ્ર એફએ અને મેટ્રીક્ષ ઓટોમેશન નામના બે અદ્યતન મશીનો ભાવનગરમાં ઉપલબ્ધ થયા છે. તેમ બ્લડબેંકના મેનેજીંગ ટ્રસ્ટી સંજયભાઈ દેસાઈએ જણાવ્યુંહ તું. આ મશીન સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ભાવનગર બ્લડ બેંકમાં ઉપલબ્ધ થયા છે.
ભાવનગર બ્લીડ બેંક દ્વારા દર્દીઓ તથા તેના સગાવાલાઓની સુવિધા માટે જયારે કોઈપણ હોસ્પિટલમાં દર્દીને બ્લડની જરૂરીયાત પડે ત્યારે હોસ્પિટલમાંથી બ્લડ બેંકમાં ફોન કરવામાં આવે તો બ્લડ બેંકના કર્મચારી જે તે હોસ્પિટલમાંથી દર્દીનું બ્લડનું સેમ્પલ તથા ડોકટરનું ફોર્મ સ્વીકારી બ્લડ બેંક પર લાવી બ્લડ તૈયાર કરવામાં આવે છે , અને દર્દીનો જરૂરીયાત સમયે બ્લડ બેંક દ્વારા જે તે હોસ્પિટલમાં બ્લડ પહોંચાડવામાં આવે છે, આ સેવા ર૪ કલાક ૩૬પ દિવસ કોઈપણ વધારાના ચાર્જ વગર બ્લડ બેંક દ્વારા પુરી પાડવામાં આવે છે. ભાવનગર શહેરની હદમાં દર્દીના ખાટલા ઉપર લોહી મળે તે વ્યવસ્થા કોઈપણ પ્રકારના લાવવા-આપવાની વ્યવસ્થા તદ્દન ફી કરેલ છે. જેથી સામે અવેજી લોહી આપવાનું થતું નથી.