ધંધુકા તાલુકામાં વિવિધ ગામોમાં ફરતો મા નર્મદા રથ અડવાળ, નાના ત્રાડિયા, મોટા ત્રાડિયા, જાળીયા, બાજરડા ખાતે આવી પહોંચતા શાળાની બાળકીઓ દ્વારા કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભાષણ આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય લાલજીભાઈ મેર, એપીએમસીના ચેરમેન સહદેવસિંહ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ ભુપતસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ મંત્રી ચંદ્રસિંહ ચુડાસમા, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સલીમભાઈ ટીંબલીયા, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગામના અગ્રણીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.