દામનગર શહેરની ૧૩ શાળાઓના ૭ હજાર થઈ વધુ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સહિત હજારો શહેરીજનો દ્વારા કાશ્મીરના પુલવામાં ત્રાસવાદી હુમલામાં શહીદ વીર જવાનો ને ગમગીન આક્રોશ સાથે પુરા અદબ સાથે વીરાંજલી પાઠવી.
દામનગર શહેરની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ શેઠ એમ સી મહેતા હાઇસ્કૂલ નવજ્યોત વિધાલય સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના ગુરૂકુળ એસ વી પ્રાથમિક શાળા ઓમ સાઈ વિદ્યાલય તાલુકા શાળા નં ૧.૨.૩. અને કન્યાશાળા સહિત શહેરની તમામ શેક્ષણિક સંસ્થા ઓ ના સાત હજાર થી વધુ છાત્રો અને શિક્ષક અને શહેરીજનો સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ વેપારી ઓ દ્વારા શહેર ના સરદાર ચોક ખાતે અક્ષુભીની અંજલિ આપી દરેક ના ચહેરા પર ભારે દુઃખ અને આક્રોશ સાથે કાળી પટ્ટી ધારણ કરી પોસ્ટરો બેનરો સાથે શહીદો અમર રહો ના નાદ સાથે શ્રધાંજલિ અર્પિ હતી ઘડી ભર માટે રોડ રસ્તા પણ વાહન ચાલકો પણ સ્થિર પ્રજ્ઞ બની પૂરા અદબ સાથે શહીદો ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા દેશ આખો સ્તબ્ધ ઇતિહાસ નો સૌથી મોટો પિશાચી હુમલો કરતા આંતકી ઓ વિરુદ્ધ ભારે આક્રોશ સ્પષ્ટ પણે દેખાઈ આવ્યો.