મહુવા મુસ્લિમ સમાજ દ્વારા શોકસભા યોજાઈ

620

મહુવાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા બગીચા ચોક ખાતે વિર શહીદોને શ્રધ્ધાંજલિ અપર્ણ કરવા. શોકસભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ કરાયો હતો. આ સાથે શહીદ ફંડ માટે રૂા. બે લાખનો ફાળો પણ એકત્ર કરાયો હતો.આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના ધર્મગુરૂ ઉપરાંત સલીમ બામુસા, નુરઅલી મુખી, મોબીનભાઈ વરતેજી, મહેંદીબાપુ નકવી, તેમજ વેપારીઓ, આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રધ્ધાંજલિ અપર્ણ કરી હતી.

Previous articleદામનગરની ૧૩ શાળાના ૭ હજાર બાળકોએ શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી
Next articleઆરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાલ