પુલવામા હુમલામાં શહીદોના પરિવારને ફિલ્મ ઉરીની ટીમ આપશે ૧ કરોડ રૂપિયા

656

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદથી શહીદોના પરિવારની મદદ માટે લોકો આગળ આવી રહ્યો છે. પેમેન્ટ બેન્ક એપ પેટીએમએ ઘોષણા કરી હતી કે આ એપ પર સીઆરપીએફ વેલફેર ફન્ડ દ્વારા લોકો દાન આપી શકે છે. તે સિવાય અમિતાભ બચ્ચને પણ ઘોષણા કરી હતી કે તે આ હુમલામાં શહીદ થયેલા પરિવારોને ૨.૫ કરોડ આપશે. હવે સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ ઉરીની ટીમ શહીદોના પરિવારોને એક કરોડ આપવાની જાહેરાત કરી છે.

ઉરી ફિલ્મના પ્રોડ્યુસર રૉની સ્ક્રુવાલાએ ટ્‌વીટ કરી કહ્યું કે ટીમ ઉરી આર્મી ફેમિલી વેલફેર ફંડને એક કરોડ રૂપિયા આપે છે. અમે એ પણ સુનિશ્ચિત કરશે કે આ રકમ પુલવામા હુમલામાં શહીદ થયેલા પરિવારને મળ્યા. અમે લોકોથી પણ રિકેવેસ્ટ કરીએ છીએ કે તે પણ આ મુશ્કેલીના સમયમાં જવાનોનો સાથ આપે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં થયેલા આ હુમલા બાદ સામાન્ય લોકોથી લઇને સેલેબ્સ પણ ખૂબ ગુસ્સો છે. કેટલાક સેલિબ્રિટીસે આ હુમલાને લઇને આપત્તિ વ્યક્ત કરી છે અને સરકારથી કડક પગલા ઉઠાવવાની માંગ કરી છે.

પુલવામામાં થયેલા હુમલા બાદ ફિલ્મના લીડ હીરો વિક્કી કૌશલે પણ જવાનોને શ્રંદ્ધાજલી આપી હતી. વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું. આતંકી હુમલાની ખબર સાંભળી દુખી અને સદમામાં છું. સીઆરપીએફના તે બહાદુર શહીદ જવાનોના પરિવાર માટે મારુ દિલ ભરાઇ ગયું છે.

Previous articleસલમાનની ફિલ્મ ભારત પાક.માં રિલિઝ નહિ થાય
Next articleદિનેશ કાર્તિકને ટીમની બહાર રાખવાના નિર્ણય પર ગાવસ્કરે નારાજગી વ્યકત કરી