કેન્ડલ માર્ચ પર પથ્થરમારામાં ૩૫ લોકોની ધરપકડ, ૨૦૦ લોકોના ટોળા સામે ફરિયાદ

827

જમ્મૂના પુલવામામાં આતંકી હુમલાને લઈને ઠેર-ઠેર રેલીઓ નિકળી રહી છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા નાગોરીવાડમાં પણ શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે શનિવારે રેલી નિકળી હતી.

આ રેલીમાં કેટલાક અસામાજીક તત્વોએ હોબાળો કર્યો હતો. રેલીની પાસેથી લગ્નનો વરઘોડો પ્રસાર થઈ રહ્યો હતો. ત્યારે નાગોરી પોલીસ પાસે ૨ જૂથ સામ સામે આવ્યા હતા. આ દરમિયાન બન્ને જૂથે સામ સામે પથ્થર માર્યો કર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ એક ગાડીને આગ લગાવી હતી. આગ લાગતા ગાડી બળીને ખાખ થઇ ગઈ હતી. આ ઘટનામાં ૪ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શાહપુરના નાગોરીવાડ પાસે ગઈકાલે રાતે થયેલી જૂથ અથડામણ મામલે શાહપુર પોલીસે ૨૦૦ લોકોના ટોળા સામે ગુનો નોંધી ૩૫ લોકોની ધરપકડ કરી છે. બે પોલીસકર્મીને પથ્થર વાગતા ઇજા થઇ હતી.

જમ્મુ-કશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલાના વિરોધમાં ગઈકાલે સાંજે નીકળેલી કેન્ડલ માર્ચ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા પછી રેલી પર કોઈએ કાંકરીચાળો કર્યો હતો. જેમાં બે જૂથ આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો.

શાહપુર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવતી હતી ત્યારે ટોળાએ પથ્થરમારો પોલીસ પર કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મી ઘાયલ થયાં હતાં.

આ ઘટનાની જાણ થતા સેક્ટર-૧ના પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ત્નઝ્રઁ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જૂથ અથડામણને કાબુમાં લેવા માટે પોલીસે ૪થી વધુ ટીયરગેસના સેલ પણ છોડ્‌યા હતા. બે કલાકની કામગીરી બાદ મામલો શાંત પડ્‌યો હતો. આ મામલે પોલીસે ૨૦ જેટલા લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

Previous articleપાકિસ્તાનને જડબાતોડ જવાબ આપો નહી તો ગાદી છોડોઃ તોગડિયા
Next articleઆજથી વિધાનસભાનું બજેટ સત્ર : સત્ર પહેલા ભાજપ-કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરૂ