સુરતના અમરોલીમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે, સામાન્યરીતે સમાજમાં ગુરૂઓ પોતાના જીવનની ઇચ્છાઓ પૂર્ણ કર્યા બાદ સમાધિ લેતા હોય છે. પરંતુ સુરતમાં ગૂરૂની ઇચ્છા વગર તેમના અનુયાયીઓ અને ભક્તોએ સમાધિ અપાવવાનું દબાણ કર્યું પરંતુ આ દરમિયાન પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી અને મામલો થાળે પાડ્યો હતો.અહીં અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચોકડી પાસે જીવતા જાગતા ગુરુ સમાધિ લઇ રહ્યાં હોવાની વાત વાયુ વેગે ફાલાઇ ગઇ, આ અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી હતી કે ગુરુ પોતે સમાધિ લેવા ઇચ્છતા નથી પરંતુ તેના અનુયાયી અને ભક્તો દ્રાવા સમાધિ લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે અને જબરજસ્તીથી સમાધિ લેવડાવવામાં આવી રહી છે. જો કે કેટલાક લોકોનું કહેવું છે કે ગુરુ જાતે જ સમાધિ લેવા ઇચ્છી રહી છે, તો બીજી બાજુ આ અંગે ગુરુ કે અનુયાયીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.
સમગ્ર મામલે કોઇએ સ્થાનિક પોલીસને જાણ કરી અને સમગ્ર ઘટના અંગે વાત કરી, જાણ થતા જ પોલીસ કાફલો સમાધિ સ્થળે પહોંચ્યો અને સૌપ્રથમ ભક્તોને વેર વિખેર કર્યા, ત્યારબાદ સાધુની અટકાયત કરી અને પછી સમાધિ માટે ખોદવામાં આવેલા ખાડામાં ધૂળ નાખી પૂરી દીધો.
સમગ્ર ઘટનાને લઇને શહેરમાં ચર્ચા થઇ રહી છે, તો પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે.