સિહોરમાં ભુગર્ભ ગટર યોજનાના ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસનો ન.પા.ની બેઠકમાં ઠરાવ

961

શિહોર નગરપાલિકમાં આજ રોજ સાધારણ સભા યોજાઈ જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા અને ઠરાવો કરવામાં આવ્યા. શિહોર નગરપાલિકામાં રૂપિયા ૫૨ કરોડની જે ભૂગર્ભ ગટર યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર જે તે એજન્સી દ્વારા કરવામાં આવેલ. આ યોજના શિહોર શહેરના અડધા કરતા ઓછા વિસ્તારોમાં આ ગટરનું નિર્માણ કરેલ નથી તેમજ વિવિધ યોજના અંતર્ગત શાસક પક્ષના ડાયાભાઇ રાઠોડ તેમજ દીપાભાઈ રાઠોડ દ્વારા કરેલ ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ માટે રજુઆત કરેલ જે રજૂઆતને ધ્યાને લઇ સર્વાનુમતે નિર્ણય કરવા સરકાર દ્વારા વિજિલન્સ તપાસ કરવામાં આવે.  ત્યારબાદ ગેસ એજન્સી દ્વારા રૂપિયા ૮૪ લાખ જેવી ડિપોઝીટની મામુલી રકમ લઈ ગેસ એજન્સી દ્વારા કામ શરૂ કરતાં જેની નુકશાની પેટે શિહોર નગરપાલિકાને લગભગ સાત આઠ કરોડનું નુકશાન થાય એવી ખોટ શિહોર નગરપાલિકાને જતી હોય જેથી ગેસ એજન્સીને બોલાવી નિર્ણય કરવામાં આવશે જે પ્રશ્ન હાલ પૂરતો સ્થગિત રાખી ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે.

ગાંધી બાગમાં નિર્માણ થઈ રહેલ શિહોર નગરપાલિકાનું નામકરણ અટલભવન રાખવા તેમજ અટલબિહારી બાજપાઈ તથા મહાત્મા ગાંધી ની પ્રતિમાઓ કે જે ભવનની દીવાલમાં સ્મૃતિ ચિન્હ તરીકે નિર્માણ કરવી જે તમામ સભાસદો દ્વારા સર્વનુમાતે નિર્ણય લેવામાં આવેલ. તેમજ વિકાસના કામોને બહાલી આપવી. વિપક્ષ દ્વારા ગરીબો માટેના આવાસની વ્યવસ્થા માટે એમ. વી. કો. સોસાયટી પાછળ આવેલી નગરપાલિકાની જમીનમાં આવસો માટે સરકાર શ્રી માં મંજૂરી માટે જરૂરી તમામ પ્રક્રિયા કરવી. અને પારદર્શકતા સાથે કામગીરી કરવામાં આવે તે માટે સર્વનુમાતે નિર્ણય કરવામાં આવ્યો. છેલ્લા ઘણા સમયથી ટીપી સમિતિમાં ચાલતા ભ્રષ્ટચાર માટે ચર્ચાતી ચર્ચા મુજબ મુકેશભાઈ જાની, દીપાભાઈ રાઠોડ તથા વિપક્ષના નેતા કિરણભાઈ ઘેલડાની મજબૂત રજૂઆતને ધ્યાને લઇ જનરલ સભામાં બહાલી મેળવ્યા બાદ અરજદારને મંજૂરી આપવી. જેથી ભ્રષ્ટાચાર નાબૂત થઈ શકે જે પ્રસ્તાવને સર્વનુમાતે મંજૂરી આપવામાં આવી.

વિપક્ષના મુકેશભાઈ જાનીએ કહેલ કે છેલ્લા ૩૦વર્ષથી વેરો ભરતા ન હોય અને શિહોર નગરપાલિકાની હદમાં કેબલ નાખતા હોય તેનું ભાડું વસુલવું જોઈએ સામાન્ય નાગરિક પાસેથી વેરો વસૂલવા નગરપાલિકા તેમજ ટેક્ષ વિભાગ વેરા માટે ઢોલ નગારા વગાડતા હોય ત્યારે લાખો કરોડો રૂપિયાની આવક કરતી સંસ્થાઓ પાસેથી કોના કહેવાથી કે કોની અમીદ્રષ્ટિથી આ વેરો લેવામાં નથી આવતો. મોટા મોટા ઉભા કરેલા ટાવરો પાસેથી જેતે જવાબદાર વ્યક્તિ પાસેથી આ વેરો વસુલવો જોઈએ અન્યથા સીલ મારવા જોઈએ.

Previous articleહિંડોરણા પુલની સાઈડમાં ડાયવર્ઝનના કારણે ઉડતી ધૂળથી વાહન ચાલકો ત્રસ્ત
Next articleક્ષત્રિય યુવાનો દ્વારા શહિદોને વિરાંજલી