ઘોઘા પંથકમાં આવેલ જમીન વિવાદનો મુદ્દો પૂનઃ એકવાર ઘેરો બન્યો છે. જી.પી.સી. એલ. કંપનીએ પોલીસ પાર્ટી સાથે રાખી જમીન સંપાદનની કામગીરી હાથ ધરતા ૧૨ ગામના ખેડુતો માર્ગ પર ઉતરી આવ્યા હતા અને સંપાદન કામગીરી અટકાવી હતી.
ભાવનગર તથા ઘોઘા તાલુકા તળા સમાવિષ્ટ ૧૨ થી વધુ ગામોના ખેડુતો પાસેથી જી.પી.સી.એલ કંપનીે ૨૦ વર્ષ પૂર્વે જમીન સંપાદન કરી વળતર ચુકવ્યું હતું. ત્યારબાદ જમીન સંપાદન થયેલ ખેડુતો દ્વારા જમીનોનુ પુરતા પ્રમાણમાં વળતર ન મળ્યુ હોવાનો દાવો કર્યો હતો અને જમીનો કબ્જો ખાલી કર્યો ન હોય આ મુદ્દો લાંબા સમયથી ચાલી રહ્યો છે અને હાીકોર્ટમાં રીટ પણ કરવામાં આવી હતી લાંબા સમયબાદ કંપનીએ ફરિ એકવાર પોલીસ બંદોબસ્ત સાથે સંપાદીત જમીનનો કબ્જો મેળવવા તજવીજ હાથ ધરતા ઘોઘાના બાડી-પડવા, મલેકવદર, મોરચંદ હોઈદડ, સુરકા, રામપર, થોરડી, થળસર, આલાપર, ખડસલીયા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડુતો એકઠા થઈ ઉગ્ર વિરોધ સાથે રોડ પર ઉતરી આવતા ડીવાયએસપી મનિષ ઠાકર સહિત મસમોટા પોલીસ કાફલો દોડી ગયો હતો અને મોરચો સંભાળ્યો હતો લોક રોષને પારખી કંપનીે જમીન સંપાદનની કામગીરી પડતી મુકી હતી.
કંપનિના અધિકારીઓ તથા ખેડુતો વચ્ચે બેઠક
લાંબા સમયથી પેચીદા બનેલા જમીન સંપાદનના મુદ્દાને લઈને કંપનિ ચિંતીત છે. અને આ મડાગાંઠનો સત્વરે ઉકેલ લાવવા માટે કંપનીના અધિકારીઓએ સત્તાવાળ તંત્ર તથા સંજય સરકારને પણ જાણકરી છે. કંપનીનો હેતુ આજે બર ન આવતા આગામી દિવસોમાં કિસાન ંસઘ ખેડુતો, સાથે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાનાર હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.