સેન્ટ્રલ સોલ્ટ ખાતે ઈન્ડો-જર્મન વૈજ્ઞાનિક વર્કશોપનો થયેલો પ્રારંભ

881

સી.એસ.આઈ.આર.સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સિટયુટ ભાવનગર ખાતે આજે ડો. સંજીવ એસ.કટ્ટી, ડિરેકટર જનરલ, ઓ.એન.જી.સી. એનર્જી સેન્ટરના મુખ્ય મહેમાન પદે પાણી અને ઉર્જા માટે મેમ્બ્રેન્સ ઉપર ત્‌ દિવસીય ઈન્ડો-જર્મન સંયુક્ત વૈજ્ઞાનિક વર્કશોપનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ડો. કટ્ટીએ પાણી શુધ્ધિકરણ અને ઉર્જા ઉત્પાદન માટે મેમ્બ્રેન આધારીત ગ્રીન ટેકનલોજીની જરૂરીયાત વ્યક્ત કર હતી. તેમણે વધુમાં જણાવ્યું કે સંસ્થા હાઈડ્રોજન ઉત્પાદન પ્રક્રિયા માટે અનુકુળ ફલોરિનેટેડ પોલીમર આધારિત મેમ્બ્રેન માટે કરારબધ્ધ છે.સંસ્થાના ડિરેકટરે જણાવેલ કે સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સિટયુટ, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે અગ્રણી સંસ્થા છે. અને આશા વ્યકત કરી હતી કે ભારતીય અને જર્મન વૈજ્ઞાનિક સંશોધનકારો વચ્ચે સક્રિય સહ સબંધ અને સહયોગ સાથે, ભારત માટે પીવાનું પાણી અને સ્વચ્છ ઉર્જાના સ્ટોન બનશે.

જર્મન કો. ઓર્ડિનેટર પ્રો.માથીઆસ ઉલબ્રિયે જણાવ્યું હતું કે સી.એસ.આઈ.આર. સી. એસ. એમ. સી.આર.આઈ.એ રિવર્સ ઓસ્મોસિસ, નેનો ફિલ્ટ્રેશન, અલ્ટ્રા ફિલ્ટ્રેશન, અને ઈલેકટ્રોડાયલિસિસ માટે ઉચ્ચ પ્રદર્શન અને સ્થિર  મેમ્બ્રેન્સ વિકસાવ્યા છે. અને વ્યાપારીકરણ કર્યુ છે, જે પાણીના ડિસેલિનેશન, શુધ્ધિકરણ માટે ખુબજ સૂસંગત છે. ભારતીય સંકલનકાર અને સંસ્થાના વૈજ્ઞાનિક વિનોદકુમાર શાહીએ આ વર્કશોપમાં ભાગ લેવા બદલ તમામ ભારતીય અને વિદેશી પ્રતિનિધિઓનો આભાર વ્યકત કરતા કહ્યું હતું કે મેક ઈન્ડિયાના બેકાર હેઠલ ભારતીય સ્ત્રાવ આધારિત મેમ્બ્રેન ટેકનોલોજીઓના વ્યાપારીકરણ કરવા, પાણી અને મેમ્બ્રેન ક્ષેત્રના અદ્યતન સંશોધન માટે આ વર્કશોપ યુવા સંશધકો અને ઉદ્યોગ ખુબજ જ ઉપયોગી છે.

Previous articleપ્રા.શિક્ષકો દ્વારા મૌન સાથે શ્રધ્ધાંજલી
Next articleશહિદોનાં પરિવારોને પૂ.મોરારિબાપુ દ્વારા ૪૫ લાખથી વધુ રકમની સહાય