ભાવનગરના સિહોર તાલુકાના વડીયા ગામે રહેતા શખ્સે આટકોટ ખાતેથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે શિહોર જી.આઇ.ડી.સી નંબર-૪ માંથી આરોપી ઉમેદસંગ ઉર્ફે અમીત કાળુભાઇ રાઠોડ ઉ.વ. ૨૭ રહે. વડીયા ગામ પ્લોટ વિસ્તાર તા. શિહોરવાળાને હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ આધાર પુરાવા વિનાનુ મળી આવતા શકપડતી મિલ્કત ગણી કિ.રૂ઼ ૨૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ અને આરોપીને સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી ધોરણસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ આરોપી પાસેથી મળી આવેલ મોટર સાયકલ બાબતે પુછતા પોતે આ મોટર સાયકલ મોન્ટુભા કાળુભા ગોહિલ રહે. કાટોડીયા હાલ વલ્લભીપુરવાળા પાસેથી કાગળો વિનાનું લીધેલ હતું જેથી આ બાબતે ખરાઇ કરતા મોટર સાયકલ આટકોટ પોલીસ સ્ટેશન હદમાંથી ચોરી થયેલ હતું અને મો.સા. ચોરી બાબતે આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ છે
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, લગ્ધીરસિંહ ઝાલા અને ડ્રાઇવર પરેશભાઇ પટેલ જોડાયા હતા.