વિધાનસભાના દ્વારેથી

781

મુખ્યમંત્રીને અભિનંદન : મહેસૂલ- હોમમાં ભ્રષ્ટાચારની કબૂલાત કરી

વિધાનસભામાં રાજયપાલના પ્રવચન પરની ચર્ચામાં શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટમાં માત્ર આંકડા બતાવવામાં આવે છે. જે વ્યક્તિએ અગાઉનું કશું પૂર્ણ ન કર્યું હોય તેની સાથે બીજા વધુ એમ.ઓ.યુ. કરવામાં આવે છે. માત્ર આંકડા બતાવવાથી વિકાસ થતો નથી.  મુખ્યમંત્રીને હું અભિનંદન આપુ છું કે તેમણે હિંમતપૂર્વક વાત સ્વિકારી કે અમારી સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને તેમાં મહેસૂલ અને હોમ વિભાગ આગળ છે. તો મુખ્યમંત્રીને ખબર હશે, માહિતી હશે કે કયા કયા અધિકારીઓ ભ્રષ્ટ છે તો તેવા અધિકારીઓની માહિતી ગૃહ સમક્ષ રજુ કરે અને તેમણે કરેલા ભ્રષ્ટાચાર સામે પગલાં ભરે તેવી હું આશા રાખું છુ.

અધ્યક્ષની નિમાબેનને સતર્ક ટકોર, ખિસ્સામાં હાથ રાખી ન બોલો

રાજયપાલના પ્રવચન પરની ચર્ચામાં ભાજપના નિમાબેન આતંકવાદ પર બોલતા હતા ત્યારે કોંગ્રેસમાંથી ગણગણાટ થયો હતો ત્યારે અધ્યક્ષે નિમાબેનને હળવી ટકોર કરતાં જણાવ્યું હતું કે નિમાબેન તમે આતંકવાદ વિશે બોલો એમા વાંધો નથી પરંતુ તમે તે બોલતાં બોલતાં કોંગ્રેસ તરફ હાથ કર્યા કરો છો તેમાં તેમને વાંધો હશે માટે મારા તરફ હાથ કરો તો વાંધો નથી.

બીજા એક ભાજપના રમણભાને પણ એવી ટકોર કરી હતી વારંવાર ખિસ્સામાં હાથ રાખી આપણે બોલીએ તે બરાબર નથી માટે ખિસ્સામાં હાથ રાખવા જોઈએ નહીં સૌ સભ્યો પણ ધ્યાન રાખે.

મગફળી કૌભાંડની સાચી હકીકત પ્રજા સમક્ષ આવવી જોઈએ

કરોડો રૂપિયાની મગફળી-ખરીદી તથા તેમાં માટી-ઢેફાં અને ગોડાઉનો સળગાવી કૌભાંડ થયા છે. જેની તપાસ કરી પ્રજા સમક્ષ સાચી હકીકત આજદીન સુધી આવી નથી.તો પ્રજા સમક્ષ આ હકીકત સામે લાવવી જોઈએ.

અલ્ટ્રાટેક કંપનીને સરકારે જમીન આપી દીધી જાહેર સુનાવણી થઈ છતાં કેન્દ્ર દ્વારા મંજૂરી આપી, ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ કર્યો હોવા છતાં સરકારે તેને મંજૂરી આપી છે. ખેડૂતો પોતાની જમીન બચાવવા ઠેર ઠેર આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો પર લાઠીચાર- બેફામ માર મારવામાં આવ્યો હાઈકોર્ટે જે તે અધિકારી સામે પગલાં ભરવા માટે પણ કહેવામાં આવ્યું છે ત્યારે ખેડૂતોની માંગણીઓને ધ્યાનમાં રાખી કાયદેસર ધ્યાન આપી ન્યાય આપે તેવી વિનંતી- એવું પુંજાભાઈ વંશ દ્વારા ચર્ચામાં કહેવામાં આવ્યું હતું.

રાજયપાલના પ્રવચનમાં અડધોડઝનથી વધારે વાર નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ : આંબેડકરનો નહીં

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાજયપાલના પ્રવચન પરની ચર્ચામાં જણાવ્યું હતું કે રાજયપાલના પ્રવચનમાં અડધોડઝનથી વધુ વાર નરેન્દ્ર મોદીનું નામ છે પરંતુ જે બંધારણના ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકરનું નામ એકપણ વાર નથી.

ગુજરાતના કોઈપણ કાર્યક્રમ અશ્પૃશ્યતા નિવારણ માટે હાલ ચલાવવામાં આવતો નથી. ૧પ૮૯ ગામમાં આજે પણ અશ્પૃશ્યતા ચાલી રહે છે. તે પાળે અને તેમની સામે ગુના નોંધે. ઉનાના પિડીતોને પ્રોમીશ આપ્યા પ એકર જમીન આપીશું – યોગ્યતા પ્રમાણે નોકરી આપીશું.. જે પુરો ન કરતાં રાષ્ટ્રપતિને ઈચ્છામૃત્યુ માટે અરજી કરવી પડી. થાનગઢનો રિપોર્ટમાં એવું શું છૂપાયેલું છે કે પબ્લિક સામે તેને લાવવામાં આવી રહ્યો નથી. છૂપાવવાનું શું છે ? આ ગુજરાતનું મોડલ છે.

શિક્ષણમાં રાજકારણ વધુ અને રાજકારણમાં શિક્ષણ ઓછું તેવું જોવા મળે છે

આજે પણ શિક્ષણ માટે દર દર ભટકવું પડે તેવા વિસ્તારમાં સિઝનલ હોસ્ટેલ અને શિક્ષણનું પ્રમાણ વધારવાની જરુર છે. કુપોષણ – દરિયાઈ પટ્ટીના ગામડાઓમાં વધી રહ્યું છે. અતિ પછાત તાલુકામાં શિક્ષકોની ઘટ છે અને ઘટી રહ્યા છે. રોગોની -જીવલેણ રોગો માટે જિલ્લા કક્ષાએ લેબોરેટરીઓની સુવિધા કરવામાં આવે.

ઈકોઝોનમાં ખેડૂતને કુવો કરવાની પરવાનગી નથી અપાતી છતાં ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે. તેને અટકાવવાની જરૂર છે. ડેમ – જળાશયોની આજુબાજુ ચાલતાં ખનનને બંધ કરાવવું જરૂરી છે. તેવું અમરીશભાઈ ડેરે જણાવ્યું હતું.  શ્વાન એનર્જીનું રોકાણ ૪ હજાર કરોડ રાજયપાલના પ્રવચનમાં છે. તેમાં વિસંગતતા છે તેનું રોકાણ ૬ કરોડ છે. જોકે છેલ્લે તેમના ભાષણ બદલ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ તેમને અભિનંદન પણ આપ્યા હતા.

Previous article૧૬ ડિવિઝનના કર્મચારી હડતાલ પર જતા ગુજરાત જી્‌ના પૈડા થંભી જશે
Next articleસિંહોને રસ્તા વચ્ચે રોકી પાછળ દોડાવી જિપ્સી, વધુ એકવાર સાવજની પજવણી