સિંહોને રસ્તા વચ્ચે રોકી પાછળ દોડાવી જિપ્સી, વધુ એકવાર સાવજની પજવણી

579

ગીરના સિંહોની મુસાફરો દ્વારા પજવણીના વીડિયો અવાર નવાર અહેવાલોમાં આવ્યા હોવા છતાં તંત્ર કોઇ તકેદારીના પગલા લેતું નથી. એક બાજુ તંત્ર સિંહોને બચાવવાની વાત કરે છે, અને બીજી બાજુ આવી રીતે સિંહોને હેરાન કરવું કેટલું વ્યાજબી ગણાય તે તમે સમજી જ શકો છો. હાલ એક ઉનામાં લાયન શોનો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયો ગીર વિસ્તારના જંગલનો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

આ વીડિયોમાં બે સિંહને રસ્તા પર રોકી તેમની પજવણીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જિપ્સી કારમાં આવેલા લોકો સિંહોને પજવતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેઓ સિંહોને રોકી તેમને જોવાની મજા કેટલાક વાહન સવાર લૂંટી રહ્યાં છે. બીજી બાજુ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ છે કે, કેટલાક લોકો જિપ્સી કાર સિંહોની પાછળ ભગાવી રહ્યાં છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Previous articleવિધાનસભાના દ્વારેથી
Next articleબીબીએ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શિવાજી જયંતી અને શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો