ચેન્નાઈ : તમિલનાડુ અને પોંડિચેરીની ૪૦ સીટ પર કોંગ્રેસ-દ્રમુક (ડીએમકે) મળીને લોકસભા ચૂંટણી લડશે. બંને પાર્ટીઓ વચ્ચે બુધવારે ગઠબંધન પર સહમતી બની છે. આ સમજૂતી અંર્તગત દ્રમુક તમિલનાડુમાં ૩૦ સીટો પર તેમના ઉમેદવાર ઉતારશે. કોંગ્રેસને તમિલનાડુની ૯ અને પોંડિચેરીની ૧ સીટ મળી છે. મંગળવારે ગઠબંધન વિશે દ્રમુક નેતા કનિમોઝી અને તમિલનાડુના કોંગ્રેસ અધ્યક્ષ કેએસ અલાગિરીએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આજે કોંગ્રેસ નેતા મુકુલ વાસનિક અને કેસી વેણુગોપાલ દ્રમુક અધ્યક્ષ એમકે સ્ટાલિનને મળ્યા હતાં.