ગુજરાત રાજય ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા રાજયકક્ષાનો સર્વ્ચ્ચ એવોર્ડ એવા રાજયપાલ એવોર્ડ માટે રાજયસંઘ દ્વારા ભાવનગર ખાતે ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ભાવનગર શહેરની ૧૪ શાળાના ૪૩ સ્કાઉટ, ર૬ ગાઈડ મળી કુલ ૬૯ સ્કાઉ૭ ગાઈડ દ્વારા કસોટી આપવામાં આવી હતી.
જે તમામ ઉત્તીર્ણ થયે જિલ્લાનું સો ટકા પરિણામ આવેલ છે. આગામી તા. રર ફેબ્રુઆરીના રોજ રાજભવન ખાતે ગુજરાત રાજયના રાજયપાલ ઓ.પી.કોહલીજીના વરદ હસ્તે રાજયપાલ એવોર્ડ એનાયત કરવામાં આવશે જયારે જીતુભાઈ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આ સમારંભમાં ગુજરાતના તમામ જિલ્લાના ૧૦૦૦થી વધુ સ્કાઉટ ગાઈડ, સ્કાઉટ-ગાઈડ શિક્ષકો રાજભવન ખાતે સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેશે.