ગત તા.૧૪-૩-૨૦૧૬નાં રોજ જીવુબેન ઓધાભાઈ બારૈયા તેમના ઘરેથી સવારના સુમારે યુકો બેન્કમાંથી રૂા.૧૦ હજાર ઉપાડી લાલ ટાંકીથી ગંગાજળીયા તલાવમાં રીક્ષામાં આવેલ ત્યાંથી પીરછલ્લામાં આઈસ્ક્રીમ ખાઈ રૂા.૨ હજારની ઘરની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. ત્યારબાદ ગંગાજળીયા તળાવમાં જતા હતા તે વેળો પીરછલ્લાના નાકા પાસે પહોંચતા મુન્નાભાઈ જાદવભાઈ પરમાર, રેખાબેન મુનાભાઈ પરમાર, રમીલાબેન ઉર્ફે રમલી રમેશભાઈ વાઘેલા, રહે. તમામ શિહોર નામની વ્યક્તિઓએ ખોટે ખોટી ઓળખાણ કાઢી વાતોમાં લઈ ચા પીવરાવી બેભાન કરી દેતા અને ત્યારબાદ શહેરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી એક સંપ કરીને ફરીયાદી જીવુબેન ઓઘાભાી બારૈયાની થેલીમાંથી રૂા.૮ હજારની ચોરી કરી નાસી ગયા હતા. આ અંગેની ગત તા.૧૫-૩-૨૦૧૬નાં રોજ નિલમબાગ પો.મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે ઈપીકો કલમ ૩૨૮, ૩૭૯, ૧૧૪ મુજબનો ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો, આધાર પૂરાવા અને સાક્ષીઓ ધ્યાને રાખી તકસીરવાન ઠરાવી ઈપીકો કલમ ૩૨૮ મુજબના ગુનામાં પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.એક હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ સાત દિવસની સજા, ઈપીકો કલમ ૩૭૯ મુજબના ગુનામાં ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા અને રૂા.૫૦૦નો દંડ ન ભરે તો વધુ ત્રણ દિવસની સજા અદાલતે ફટકારી હતી.