માત્ર ક્રિકેટર જ નહીં પાક.સાથે બધી રમતોમાં સંબંધ પૂર્ણ કરી નાંખવા જોઇએ

575

પુલવામા આતંકી હુમલા પછી દેશભરમાં પાકિસ્તાન સામે ગુસ્સો પ્રકટ કરવામાં આવી રહ્યો છે. આ સાથે આ પડોશી દેશ સાથે કોઈ પણ પ્રકારના સંબંધ ન રાખવાની માગ તીવ્ર બની છે. જ્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને અને દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ પણ આ માગને સમર્થન આપ્યું છે.

સૌરવ ગાંગુલીએ કહ્યું કે,‘માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ પાકિસ્તાન સાથે બધી રમતોમાં સંબંધ ખતમ કરી દેવા જોઈએ.’ ઉપરાંત ગાંગુલીએ ભૂતપૂર્વ સાથી હરભજન સિંહનું સમર્થન કરતા કહ્યું કે વિશ્વ કપમાં પાકિસ્તાન સાથે એક મેચ નહીં રમવાથી ભારતની સંભાવનાઓ પર કોઈ અસર નહીં પડે. જોકે સૌરવ ગાંગુલી આ વાતની સ્પષ્ટતા નથી કરી તે ભારતે પાકિસ્તાન સાથે વર્લ્ડ કપમાં માત્ર એક મેચ ન રમવી જોઈએ કે પછી સેમીફાઇનલ અને ફાઇનલની મેચો પણ જો પાકિસ્તાન સામે રહી તો પછી ભારતીય ક્રિકેટ ટીમે મેદાન પર ઉતરવું જોઈએ કે નહીં.ગાંગુલીએ કે ટીવી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું કે,‘આ ૧૦ ટીમોનું વર્લ્ડ કપ છે અને દરેક ટીમ અન્ય બીજી ટીમ સામે મેચ રમશે અને મને નથી લાગતું કે જો ભારત વર્લ્ડકપમાં એક મેચ નહીં રમે તો આ કોઈ મુદ્દો બનશે.’ ગાંગુલીએ વધુમાં જણાવ્યું કે,‘મને લાગે છે કે ICC માટે ભારત વગર વિર્લ્ડકપમાં જવું મુશ્કેલ થશે. પરંતુ આપણે એ પણ જોવું પડશે કે ભારતમાં ICCને આ નિર્ણયો લેવાથી રોકવાની તાકત છે. પરંતુ મારા મતે આ સમય આકરો સંદેશ આપવો જરૂરી છે.

Previous articleહાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતાં આઉટ
Next articleભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમીને તેને હરાવવુ જોઈએઃ ગાવાસ્કર