રાજયની યુનિવર્સિટીઓમાં અભ્યાસપૂર્ણ કરનાર વિદેશી વિદ્યાર્થીઓને રાજયપાલ દ્વારા પ્રમાણપત્ર અપાયા

689

ગુજરાતના રાજયપાલ ઓ. પી. કોહલીએ ગઈકાલે રાજયની યુનિવર્સિટીઓમાં અભ્યાસપૂર્ણ કરનાર વિદેશી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો વિતરણ કર્યા હતા અને અભ્યાસ અર્થે નવા આવેલા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા.

ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ દ્વારા રાજભવનમાં યોજવામાં આવેલ સમારોહમાં સંબોધન કરતાં રાજયપા ઓ.પી. કોહલીએ અભ્યાસ પૂર્ણ કરનાર સૌ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી અને જણાવ્યું હતું કે, તેઓ રાજયની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી તેમના જ્ઞાનથી ઉજજવળ કારકીર્દી બનાવશે.

રાજયપાલે જણાવ્યું હતું કે, ગુજરાતની વલ્લભી વિશ્વ વિદ્યાલય(જ્ઞાનપીઠ) વિશ્વભરમાં પ્રખ્યાત હતી. જૂના સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલયમાં મોટી સંખ્યામાં વિદેશી છાત્રો અધ્યયન અર્થે ગુજરાત આવતા હતા.

ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદની શિષ્યવૃત્તિનો લાભ પ્રાપ્ત કરી મોટી સંખ્યામાં અનેક દેશના વિદ્યાર્થીઓ રાજયની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો છે.

આ વર્ષે ૩ર દેશોના ૧પર તેજસ્વી વિદ્યાર્થીઓ રાજયની યુનિવર્સિટીઓમાં અભ્યાસ અર્થે આવ્યા છે. રાજયપાલે તમામ વિદ્યાર્થીઓના યશસ્વી ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.

Previous articleગુજરાતી ભાષા તેના મૂળ સ્વરૂપે કાયમ માટે જળવાઈ રહે એ જરૂરી છે
Next articleઅયોધ્યામાં રામમંદિર તો અમે જ બનાવીશુંઃ વિજયભાઈ રૂપાણી