નવી દિલ્હી : કોંગ્રેસે પીએમ મોદી પર લગાવેલા આરોપ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર પલટવાર કર્યો. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ અમને દેશભક્તિના પાઠ ન ભણાવે. જે પાર્ટી લોહીની દલાલી કરે છે એ પાર્ટી આજે દેશની સેના પર સવાલ ઉઠાવી રહી છે. કોંગ્રેસના મંત્રી પાકિસ્તાન આર્મી ચીફના ગળે મળે છે. ત્યારે કોંગ્રેસ મૌન રહે છે. કોંગ્રેસે હમેશા આતંકવાદનો મુદો રાજનીતિ માટે કર્યો. કોંગ્રેસને જેટલા આરોપ પ્રધાનમંત્રી મોદી પર લગાવવા હોય એટલા લગાવે પરંતુ તેમા કોંગ્રેસને કોઈપણ પ્રકારની સફળતા મળવાની નથી. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કાશ્મીર સમસ્યાના જનક પંડિત નેહરૂ છે જેમના કારણે આજે કાશ્મીર ફસાયેલું છે. જો સરદાર પટેલ દેશના પહેલી પીએમ હોત તો દેશમાં આજે કાશ્મીરની સમસ્યા જ ન હોત.