શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજરોજ ઉમરાળા બારભાયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં “તમાકુ મુકત શાળા” બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમા બાળકો સાથે તમાકુ વિશેની સપ્તધારા થી સ્વાસ્થ્ય અંતર્ગત ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.