અમદાવાદમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ સક્રિય, એક સપ્તાહમાં ૭ ઘટના

694

શહેરમાં ગાડીના કાચ તોડી ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. શહેરના પશ્ચિમ વિસ્તારોને ટાર્ગેટ બનાવી ગેંગે લેપટોપ, રોકડ રકમ સહિતની મતાની ચોરી કરી છે. સોલા અને વસ્ત્રાપુર વિસ્તાર બાદ ચાંદખેડાના ફોર ડી સ્કવેર મોલ પાસે યુવકની કારનો કાચ તોડી રોકડ અને ડોક્યુમેન્ટ ભરેલી બેગ ચોરી કરી છે. ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ વિસ્તારને ગેંગ ટાર્ગેટ બનાવે છેઃ શહેરમાં છેલ્લાં એક અઠવાડિયામાં સોલા વિસ્તારમાં ચાર જેટલી કારના કાચ તોડી ચોરી કરવાના ગુના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે જ્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં બે ચોરીના બનાવ બન્યા છે.

મૂળ જૂનાગઢના અને હાલ અમદાવાદમાં રહી અભ્યાસ કરતા વિશાલ સાબડાએ તેમની કાર ચાંદખેડાના ફોર ડી સ્કવેર મોલ પાસે પાર્ક કરી હતી ત્યારે અજાણી વ્યક્તિએ કાચ તોડી અભ્યાસના ડોક્યુમેન્ટ, રોકડા રૂ. ૧૦ હજાર અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

Previous articleહાઈકોર્ટે માનસિક બીમાર ગણી માતા-પિતા અને પુત્રીના હત્યારાની મૃત્યુદંડની સજા રદ કરી
Next articleકલોલમાં વિધાનસભા મત વિસ્તારમાં ઈવીએમ  નિદર્શન કાર્યક્રમ યોજાયો