સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા ૫૩ દિવસમાં ૫૦ લોકોનાં મોત સ્વાઈન ફ્લૂના કારણે થયા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા ૧૨ કલાકમાં ૨ લોકોનાં મોત થયા છે. જેમાં જેતલસરના ૬૦ વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં અને રાજકોટના એક ૬૫ વર્ષિય વૃદ્ધાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૫૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં જેતપુર, વીછીયાં, પડઘરી, કોટડાસાંગાણી, રાજકોટ, જામકંડોરણ, ગોંડલ, જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, સોમનાથ અને ગીર સહિતના ગામોના લોકોનો સમાવેશ થાય છે. ૨૦૧૯માં સ્વાઈન ફ્લૂના કુલ ૨૩૦ દર્દીઓ જાહેર થયા છે. જ્યારે ૫૦ લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.