શહેરના છાપરૂ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી આયોજીત યુવા ટાઉનહોલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ અમદાવાદથી રાજ્યભરમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા યુવાઓ સાથે લાઈવ સંવાદ કર્યો હતો. ભાવનગરના કાર્યક્રમમાં મોટીસંખ્યામાં નવયુવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.