નર્મદા સિમેન્ટ ફેક્ટરી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

1728
GUJ23122017-4.jpg

નર્મદા સિમેન્ટ કંપની ખાતે ભારત સરકારના ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ દ્વારા તા.૧૬-૧ર થી ૩૧-૧ર સુધી સ્વચ્છતા પખવાડીયુ જાહેર કરતા કંપનીના સી.એસ.આર. વિભાગો દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
નર્મદા સિમેન્ટ-જાફરાબાદ વર્કસ અલ્ટ્રાટેક સિમેન્ટ ખાતે ભારત સરકારના ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ દ્વારા ૧પ દિવસ માટે સ્વચ્છતા અભિયાન કંપનીના સીએસઆર વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડીયા અભિયાન પ્રેરણાદાયક ઉજવવામાં આવી રહેલ છે તેમજ આ પખવાડીયઅ સ્વચ્છતા અભિયાનમાં નર્મદા સિમેન્ટ, અલ્ટ્રાટેક બીરલા કંપનીના ઉચ્ચ અધિકારીઓએ સ્વયમ હાથમાં સફાઈ સાધનો લઈ ઉત્સાહભેર સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. ઉપરાંત આ પખવાડીયાના કાર્યક્રમમાં લોકજાગૃતિ માટે નિશાળ, સ્કુલ તો સ્વચ્છ ગામ તો સ્વચ્છ તાલુકાથી લઈ સ્વચ્છ ભારત તેવા હેતુ સાથે દરરોજ સફાઈ અભિયાન પ્રેરણાદાયક બની રહ્યું છે. આ બાબતે હાલમાં કંપનીના અધિકારી સહિત કંપનીનો સ્ટાફ તથા મહિલાઓ પણ જોડાઈ હતી.

Previous articleવિજય રૂપાણીની પૂનઃ મુખ્યમંત્રીની વરણીને દામનગર ચેમ્બરનો આવકાર
Next articleહીંડોરણા પોલીસ ચોકી સામેથી જ મહાકાય સિમેન્ટ બલ્કરની ચોરી