મહુવા તાલુકાનાં વડલી ગામ નજીક આજે વહેલી સવારે ડુંગળી ભરેલા ટ્રેકટર અને ટેન્કરનો ધડાકાભેર અકસ્માત થતા ટ્રેકટર ચાલક મંગેળા ગામનાં આધેડનું ગંભીર ઈજા થતા ઘટનાં સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયુ હતુ બનાવની જાણ થતા દાઠા પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો.તળાજાના દાઠા પોલીસ મથક નીચે આવતા મંગેળા ગામના બળવંતભાઈ બાબુભાઈ સાંખટ ડુંગળી ભરેલ ટ્રેકટર લઈને મહુવા માર્કેટ યાર્ડમાં જતા હતા ત્યારે સામેથી બેફિકરાઈથી ટ્રેકટર ચાલકે ધડાકા ભેર અથડાવતા બળવંતભાઈનું મોત નીપજ્યુ હતું ઘટનાની જાણ થતા મહુવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટેન્કર ચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી નાનકડા એવા મંગેળા ગામમા શોક છવાઈ ગયો હતો.