લોક્સંસાર ગુજરાત રાજ્યના ભાવનગર અને ગાંધીનગરથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક (લોક્સંસાર) અખબાર છે.આ વર્તમાન ગુજરાતી દૈનિકનું મુખ્ય કાર્યાલય, ભાવનગરમાં આવેલું છે,
આજે પાંચ વર્ષ પુરા કર્યાનના આનંદસાથે કહેવું છે કે ગુજરાતી દૈનિક (લોક્સંસાર)ની આવૃતીએ ગાંધીનગર, સુરત, ભાવનગર ,જામનગર તેમજ નાનાં ગામડાંથી લઈને મોટા શહેરો સુધી આગવું સ્થાન મેળવ્યું છે. આ અખબાર સંપૂર્ણ કોમ્પુટરાઈઝ પદ્ધતિથી દૈનિક વર્તમાનપત્ર વેબ ઓફસેટ મશીનરીમાં પ્રકાશિત કરવામાં આવે છે.આ અખબારનાં એમ ડી. મા.શ્રી મુન્તઝીર જે. સીદાતર છે.અને તંત્રીશ્રી નરેન્દ્રભાઈ ચુડાસમા છે.શરૂઆત દૈનિક અખબારનું સ્વરૂપ પથદશર્ક છે.લોક્સંસાર જે ગતિએ આગળ વધી રહ્યું છે તે જોતાં તો ગુજરાતમાં સ્થાનિક ભાષાનનું નંબરવન દૈનિક અખબાર સાથેસાથે વેબસાઈટ બની જશે.
ભાવનગરમાં તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪નાં રોજ લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે અખબરના સંસ્થાપકશ્રી સાજીદભાઈ એ જાણાવ્યુ કે “પક્ષપાત-પૂર્વગ્રહથી મુકત પત્રકારત્વની આવશ્યકતા છે.સાથે સાથે પત્રકારત્વમાં સત્ય નહિ હોયતો લાંબુ ચાલશે નહિ. સત્યએ પત્રકારત્વ અને સમાજ જીવનનો પ્રાણ છે. ભાવનગરના પત્રકારત્વ પર પ્રજાની ખૂમારી,ખમીર અને સંત-સુરાનો પ્રભાવ રહ્યો છે. આજનું પત્રકારત્વ વૈશ્વિક અને સ્થાનિક વચ્ચે ત્રીશંકુ દશામાં છે.અખબારોમાં મીશનની ભાવના જળવાઈ રહે તે આવશ્યક છે .સ્વાતંત્ર સંગ્રામમાં ગુજરાતનાં પત્રકારત્વએ બેજોડ કામગીરી નિભાવી હતી.ગ્રામીણ પત્રકારત્વ શ્રેત્રે વિપુલ સંભાવના પડેલી છે. અખબારોમાં સાહિત્ય સંસ્કૃતિ અને સમાજની વિગતોને પુરતું સ્થાન મળવું જરૂરીછે. ગ્રામીણ પત્રકારોને તાલીમબદ્ધ કરી તેને વિશેષ સવલતો આપવી જરૂરી છે. પત્રકારત્વ સાથે સંકળાયેલા લોકોએ હંમેશા ઈતિહાસનો અનુબંધ રાખવો જોઈએ.સમાજ જીવનના દરેક શ્રેત્રમાં આપણી ભવ્ય પરંપરાની જાણ નહિ કરીએ તો જમીન પર ટકવું મુશ્કેલ બનશે.પત્રકાત્વનો જાજરમાન ઈતિહાસ છે.જે સૌના માટે બોધરૂપ અને પ્રેરણાસ્રોત્ર છે. અખબારો કે પત્રકાત્વનો ઉદેશ માત્ર આર્થિક વળતર નથી. પત્રકારે સત્યનું દર્શન કરી સત્યનું ઉદબોધન કરવાનું છે. સત્યની આસપાસ રહેવાથી સામાજિક, રાજ્કીયશ્રેત્રે ગુણાત્મક પરિવર્તન આવશે. નજર ખુલ્લી રાખી ગુજરાતની અસ્મીતાને ઉજાગર કરવું જરૂરી બન્યું છે. આ શહેર જાંબાઝ પત્રકારોની જન્મભૂમી રહી છે. પત્રકારો વહીવટીતંત્ર અને લોકો માટે કડીરૂપ છે. ચોથી જાગીરના સૈનિકો એવા પત્રકારો લોકજાગૃતિના કામ કરી રહ્યા છે,જેનાથી વર્તમાન અને આવનારી પેઢિની દિશા વધુ પ્રગતિશીલ બનશે. પત્રકારત્વનો પ્રભાવ ઉભો થવો જોઈએ.સમાજના ભલા માટે સકારાત્મક સમાચારોની તાકાત ઘણી મોટી છે. “મીડિયા કોઈ ની પણ સારી કે ખરાબ છબી ઉભી કરાવી શકવા સમર્થ છે.મીડિયા નું કામ સાચી હકીકતો લોકો સુધી પહોચાડવાનું છે.અભિપ્રાય આપવાનું કામ લોકો નું છે.સરકારી અનેક યોજનાઓ, સૂચનો પ્રજા સુધી પત્રકારત્વનાં માધ્યમથી પહોચાડી છે.છેવાડાનાં અંતરિયાળ ગામડાના લોકોને મદદ કરવા તેમજ સમાચારોની સાચી હકીકતો લોકો સુધી પહોચાડવા માટે અમને બધા મિત્રો નો ખુબ સહકાર મળતો રહ્યો છે અને તે માટે હું આપ સૌનો આભારી છું.”
જો સવારે અખબાર ન આવ્યું હોય તો સવાર અને અખબાર વચ્ચે એવો અતુટ સંભંધ છે કે રોમિયો જુલિએટ જેવી અમર જોડિયોને પણ ભુલાવે. સવાર પડે એટલે અખબાર જોઈએજ.પાંચ મિનીટ છાપું મોડું આવ્યું હોય તો દિવસની શરૂઆત ખરાબ થાય. એ પાંચ મિનીટની પીડા વિરહની વેદનામાં ડૂબેલા દેવદાસની દશા કરતાય વિકટ બની જાય.અખબાર પછી રેડિયો અને ટીવી જેવા સાધનો આવ્યા પણ અખબાર પ્રેમીઓનો પ્રેમ જરાય ઓછો થયો નથી.અમુક લોકોની તો સવારજ છાપું આવે ત્યારે પડે.એક દિવસ છાપું ન વાંચવાથી જાણે આપણે દુનિયાની તમામ ખબરોથી વંચિત રહી ગયા હોઈએ એવું લાગે.શાળામાં આપણે “શિયાળાની સવાર” નિંબધ લખેલો. પણ એની કરતા “સવાર વિથ અખબાર” એવો નિંબધ લખવા આવ્યો હોત તો એ વધારે રોમાંચક અને રસપ્રદ બન્યો હોત.
આજના આધુનિક મીડિયા અને યુવાનો પર કેવી અસર થાય તે જોઈએતો વર્તમાન સમયમાં સંદેશાવ્યવહાર અને માહિતી સંસાર ટેકનોલોજી જીવનનું એક આગવું અંગ બની ગયું છે.બાળકોથી માંડીને વૃધો દરેક વ્યક્તિ વિવિધ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. કૌટુંબિક જીવનમાં સમાજિક સંબંધોમાં,શિક્ષણમાં અને વિકાસના કર્યોમાં મીડિયાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.માહિતી પ્રધાનયુગમાં ટેલીફોન,મોબાઈલ, કોમ્પ્યુટર, ટેકનોલોજી, સેટેલાઈટ કોમ્યુનીકેશન, ટેલીવિજન તથા આધુનિક વિજાણું ઉપકરણોનો ઉપયોગ વિકાસ માટે થઇ રહ્યો છે.
ગ્રામીણ વિકાસના સ્રોતમાં યુવાનો આવા ઉપકરણો-મીડિયાનો ઉપયોગ કરીને મહત્વની ભૂમિકા અદા કરી શકે છે. આવા હેતુથી ગ્રામીણ યુવાનો જે ઊચ્ચ શિક્ષણ મેળવી ચૂકયા છે તેઓ અધતન ટેકનોલોજી વિશે અખબાર માધ્યમથી ઘણી જાણકારી ધરાવે છે.અને આધુનિક તથા સામાજિક ગતિશીલ પર પણ પ્રભાવ પડયો છે. આસાથે મીડિયાની કોલેજના યુવાનો પર થતી અસર જોઈએ તો કોઈપણ સમાજમાં તેના યુવાનો મહત્વનું સ્થાન ધરાવે છે, કારણ કે યુવાનો તે દેશનું કે સમાજનું ભવિષ્ય છે.આજના સમયમાં જયારે ટેકનોલોજી આટલી વિકસી રહી છે ત્યારે મીડિયાના કારણે યુવાનો પર તેની શું અશર થાય છે તે જાણવું જરૂરી છે.
સોશિયલ મીડિયા અને યુવાનો વિશે જોઈએ તો ટેકનોલોજીના શ્રેત્રે માનવે સાધેલો વિકાસ કદાચ આજ સુધી માનવજાતે કરેલો શ્રેષ્ઠતમ વિકાસ છે. ઈન્ટરનેટના વિકાસ પ્રચાર મધ્યમોના શ્રેત્રે ક્રાંતિકારી પરિવર્તનો લાવ્યા છે.
સમૂહ-માધ્યમ એ સમાજ સાથે જ સંકળાયેલું છે.સમાજ અને સમૂહ-માધ્યમથી પરસ્પર અસર તેમજ પરિવર્તન થતું જોવા મળે છે.સમૂહનું મુખ્ય માધ્યમ હંમેશા અખબાર રહ્યુંછે. અને અખબારનાં માધ્યમથી લોકોના મુલ્યો અને માન્યતાઓમાં પરિવર્તન આવેલું જોવા મળે છે.લોકો આધુનિક મુલ્યોને સ્વીકારતા થયા છે.સમાજ પર સમૂહ માધ્યમોની વિધાયક અસરો જોવા મળે છે.
“મોબાઈલ અને યુવાનો” વિશે જોઈએતો મોબાઈ અને યુવાનો પરસ્પર એકબીજા સાથે સંકળાયેલાછે
વર્તમાન સમયમાં આ આધુનિક ટેકનોલોજીએ જીંદગી સરળ બનાવી દીધી છે અને એમાં પણ આજના યુવાનો અને મોબાઈલ વચ્ચે ગાઢ સબંધ છે એવું કહીએતો અતિશયોકિત નથી.એટલે કે આજનો યુવાન એક દિવસ જમ્યા વગર રહી શકે છે પણ મોબાઈલ વગર પોતાના એક દિવસ પણ વિચારી શકતો નથી.