બાબરા ના ઇંગોરાળા ગામે થી પીરખીજડિયા જવા ના રસ્તા ઉપર આવેલ માનવ વસાહત માં ઘુસી આવેલા જંગલી સુવર (ભૂંડ) દ્વારા આતંક મચાવી ત્રણ લોકો ને કરડી જતા અમરેલી સારવાર માં ખસેડવામાં આવ્યા છે
વિગત મુજબ સાંજ ના પાંચેક વાગ્યા ના સુમારે એક હડકવા ના લક્ષણ વાળું સુવર શિમ વિસ્તાર માંથી આવી ગ્રામ્ય વિસ્તાર માં ઘુસી અને ૧.કુકાભાઈ રૂખડભાઈ ભરવાડ ઉવ.૬૫ તેમજ ૨.લક્ષમણભાઈ લાભુભાઈ દેવીપૂજક ઉવ.૨૮ ને ગંભીર રીતે કરડી જવા પામેલ જ્યારે અન્ય એક ને પણ સામાન્ય ઇજા પહોંચાડવા માં આવી હતી જંગલી ભૂંડ સુવર ના કરડવા ના બનાવ થી ઇંગોરાળા ગામે ભય નો માહોલ થયો છે એક ને સામાન્ય સારવાર બાદ હોસ્પિટલ માંથી રજા આપવા માં આવી છે જ્યારે અન્યો ની મોડી સાંજે સારવાર શરૂ હોવાનું જાણવા મળી રહ્યું છે શિમ વગડા માં જોવા મળતા સુવર કદ નું મોટુ ભૂંડ ગ્રામ્ય વિસ્તાર માં આવી આતંક મચાવતા ગ્રામજનો દ્વારા ભૂંડ પકડી પકડવા ચક્રો ગતિમાન કર્યા નું જાણવા મળે છે