ફિકસ પે પોલીસી નાબુદ કરવા બ્લેક સેટર-ડેની ઉજવણી કરાઈ

841

અન્યાયકારી, ભેદભાવ ભરી તથા શોષણયુકત ફિકસ-પે પોલીસીને ૧૪ વર્ષ પુર્ણ ગથયેલ હોય ગિરમિટીયા પ્રથા જેવી જ ફિકસ-પે નિતિ સરકાર દ્વારા તાત્કાલિક નાબુદ કરવા તથા સુપ્રિમ કોર્ટમાંથી ફિકસ પેનો કેસ પરત ખેંચી સમાન કામ માટે સમાન વેતન આપવા ટીમ ફિકસ પે- ભાવનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં તમા ફિકસ પે કર્મચારીઓએ શનિવારના રોજ બ્લેક રિબીન ધારણ કરી પોતાની ફરજ બજાવી શાંતિપુર્ણ રીતે સરકારની ફિકસ પે નિતિ સામે વિરોધ નોંધાવેલ ફિકસ પે નિતિ તાત્કાલિક  સરકાર દ્વારા નાબુદ થાય તે માટે જિલ્લા કક્ષાએ જીલ્લા કલેકટર, તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારી, માલમતદાર તથા પોતાની કચેરી, ખાતાના વડાને આવેદનપત્ર આપવામાં આવેલ. બહુમાળી ભવન, ખાતે મોટી સંખ્યામાં ફિકસ પગારદાર કર્મચારીઓ એકત્રીત થઈને પુલવામાના શહિદ્ય થયેલા વીર જવાનોના માનમાં બે મિનિટ મૌન રાખી શહિદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ તેમજ તેમના પરિવાર માટે ફાળો પણ એકત્ર કરવામાં આવેલ ત્યાર બાદ ફિકસ પે પોલીસીનો સુત્રોચ્ચાર દ્વારા વિરોન  નોંધાવામાં આવેલ.

 

Previous articleઈંગોરાળા ગામે જંગલી સુવરનો આતંક : ૩ને બચકા ભરતા ઈજા
Next articleઆદર્શ પ્રા.શાળા કોળિયાકના બિલ્ડીંગનું ઉદ્દઘાટન, વાર્ષિક મિલન સમારોહ યોજાયો