બોટાદ એલ.સી.બી.નો ખનીજ ચોરી કરતા તત્વો ઉપર સપાટો

1100

બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ.એચ.આર.ગોસ્વામી તથા રામદેવસિંહ, વનરાજભાઇ, જયપાલસિંહ તથા એસ.ઓ.જી. સ્ટાફના નાગજીભાઇ,ભગીરથભાઇ,  હસુભાઇ સહીત સ્ટાફના માણસો ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે ચોસલા લીંબાળા ગામની સીમમાં આવેલ કાળુભાર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરતા ગંભીરભાઇ મોતીભાઇ ચૌહાણ ઉ.૩૯ રહે.રાજપીપળા, ભગવાનભાઇ કુંડીબાર વાઘમારે ઉ.૪૨ રહે.ઢસા, બ્રિજરાજસિંહ પ્રવિણસિંહ ગોહીલ ઉ.૨૩ રહે.ગઢાળી, નવઘણભાઇ ઝાલાભાઇ જોગરાણા રહે.ઢાંકણીયા, પરશોતમભાઇ ભીમાભાઇ સતવારા ઉ.૩૧ રહે.ભાટીયા, વલ્લભભાઇ સુરાભાઇ અંબાળીયા ઉ.૫૦ રહે.ગઢાળી, રાજુભાઇ ભીખાભાઇ બારડ ઉ.૨૭ રહે.સાંજણાવદર, મનિષભાઇ મધુભાઇ અધગામા રહે.અનીડા, જનકભાઇ કેશુભાઇ સિંધવ ઉ.૨૪ રહે.અનીડા, અરવિંદભાઇ બાબુભાઇ વણોદીયા ઉ.૩૫ રહે.માલપરા, રાકેશભાઇ બાબુભાઇ વણોદીયા ઉ.૩૦ રહે.માલપરા તથા સ્થળ ઉપરથી લોડર વાહન નંગ-૧ કી.રૂ.૧૦,૦૦,૦૦૦, ટ્રેકટર ટ્રેલર નંગ-૩ કી.રૂ.૧૫,૦૦,૦૦૦, મોટરસાઈકલ નંગ-૨ કી.રૂ.૨૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૪૨,૨૦,૦૦૦ ના મુદામાલ સાથે અગીયાર ઇસમોને પકડી પાડવામાં આવ્યા તથા રણછોડભાઇ હાદાભાઇ સાનીયા રહે.સાંજણાવદર ભાગી ગયેલ ઉપરોકત તમામ વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ કબ્જે કરી ઢસા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.

Previous articleઆદર્શ પ્રા.શાળા કોળિયાકના બિલ્ડીંગનું ઉદ્દઘાટન, વાર્ષિક મિલન સમારોહ યોજાયો
Next articleજાહેરનામાનો ભંગ કરતા બોટાદ હોટલના સંચાલકની ધરપકડ