આજરોજ એસ.ઓ.જી.ના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના સોહીલભાઇ ચોકીયા તથા યોગેન્દ્રસિંહ ગોહિલ ને મળેલ બાતમી હકિકત આધારે આજરોજ શીશુવિહાર હવા મસ્જીદ પાસેથી આરોપી યાસીન ઉર્ફે સાજીદ સતારભાઇ બેલીમ ઉ.વ.૨૦ રહેવાસી શીશુ વિહાર હવા મસ્જીદ પાસે શેરી નં. ૫ ભાવનગર વાળાને એક ગેરકાયદેસરના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયાએ આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના યોગેન્દ્રસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, હરેશભાઇ ઉલવા, સોહીલભાઇ ચોકીયા, નિતીનભાઇ ખટાણા, હારીતસિંહ ચૌહાણ વિગેરે જોડાયા હતા.