પુલવામા આતંકી હુમલા બાદ ઘણા કલાકારો પાકિસ્તાનની આલોચના કરી રહ્યા છે. આ મૂવમેન્ટમાં હવે નવાઝુદ્દીન સિદ્દીકી પણ સામેલ થઇ ગયો છે. પાકિસ્તાનમાં નવાઝનું મોટું ફેન ફોલોઇંગ છે તેમ છતાં તે નથી ઈચ્છતો કે પાકિસ્તાનમાં તેની આગામી ફિલ્મ ’ફોટોગ્રાફ’ રિલીઝ થાય. આ ફિલ્મમાં નવાઝની સાથે ’દંગલ’ ફેમ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા પણ છે. ’ધ લંચબોક્સ’ ફેમ ડાયરેક્ટર રિતેશ બત્રા દિગ્દર્શિત આ ફિલ્મ ૧૫ માર્ચે રિલીઝ થશે. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં જયારે નવાઝને પૂછવામાં આવ્યું કે, તે હજુ સુધી પિરિયડ કે હિસ્ટોરિકલ ફિલ્મોમાં હજુ સુધી શા માટે દેખાયો નથી?તો તેણે કહ્યું, ’મને લાગે છે કે, મારે પણ એવી ફિલ્મનો ભાગ બનવું જોઈએ જેમાં ગ્રેટ રોલ ભજવવા મળે. હું ઇચ્છું છું કે, ’મોગલ-એ-આઝમ’માં દિલીપ કુમારનું હતું એવું કોઈ પાત્ર ભજવું. હું તેમનો મોટો ફેન રહ્યો છું અને મોગલ-એ-આઝમ ત્રણ વાર જોઈ છે.