પાટણા ગામે જુગાર રમતા ૪ પત્તાબાઝ ઝડપાયા

696
bvn23122017-8.jpg

વલ્લભીપુરના પાટણા ગામે મફતનગરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાબાજોને પોલીસે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, વલ્લભીપુરના પાટણા ગામે મફતનગરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પરેશ બાબુભાઈ સાથળીયા, રાજુ અમરશીભાઈ સાથળીયા, બૈજુ રાયસીંગભાઈ ભીડભીડીયા અને મહેશ નાનુભાઈ ઓગાળીયા રે.તમામ પાટણાવાળાને વલ્લભીપુર પોલીસ મથકના પીએસઆઈ ટી.એસ. રીઝવી તથા એએસઆઈ એ.ડી. પંડયા તથા સ્ટાફના રાજવીરસિંહ, અમીતભાઈ, ભગવાનભાઈએ પૂર્વ બાતમી આધારે રેડ કરી ચારેય ઈસમોને રોકડ રૂા.૧પપ૪૦ સાથે ઝડપી લીધા હતા અને જુગારધારા કલમ ૧ર મુજબ ધોરણસર અટક કરી વધુ તપાસ એએસઆઈ એ.ડી. પંડ્યા ચલાવી રહ્યાં છે.

આડોડીયાવાસમાં જુગાર રમતા ૩ જબ્બે
શહેરના કુખ્યાત એવા આડોડીયાવાસ વિસ્તારમાં સોનલમાતાના મંદિરની બાજુમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા વધુ ઉર્ફે વર્ગીશ વિનુભાઈ પરમાર (આડોડીયા), અશ્વીન પ્રેમજીભાઈ પરમાર (રજપૂત) રે.રૂપાણીસર્કલ અને જલપીન તનસુખભાઈ ભટ્ટ રે.સરદારનગરવાળાને ઘોઘારોડ પોલીસ મથકના ફારૂકભાઈ મહિડાએ સ્ટાફ સાથે બાતમી રાહે રેડ કરી રોકડ રૂા.પ૧૦૦ સાથે ઝડપી લઈ જુગારધારાની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સિહોર ખાતે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા
સિહોરના ગુંદાળા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ગેલા મગનભાઈ ચૌહાણ, મનુ ગેલાભાઈ બારૈયા, વિજય બટુકભાઈ રાઠોડ, મુકેશ બાબુભાઈ મકવાણા, યોગેશ વિઠ્ઠલભાઈ ડાભી અને મુકેશ ધીરૂભાઈ બારૈયાને સિહોર પોલીસ સ્ટાફે બાતમી રાહે રેડ કરી રોકડ રૂા.૧પ૧૦ અને ગંજીપાના સાથે ઝડપી લઈ જુગારધારાની કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ એચ.સી. મહેતાએ હાથ ધરી છે.

Previous articleલાભુભાઈ સોનાણીના પુસ્તક આધારીત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
Next articleકુમારશાળામાં ઈન્દ્રધનુષ પ્રદર્શન