શહેરની કુમારશાળા ખાતે ધો.૧ થી ૧રના વિદ્યાર્થીઓ દ્વારા તેમની સર્જન શક્તિની અભિવ્યક્તિથી સંયોજીત શૈક્ષણિક પ્રદર્શન ઈન્દ્રધનુષ આજે યોજવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરાયેલી વિવિધ કૃતિઓને મહારાજા સહિત રાજવી પરિવાર અને શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ, આમંત્રિતો વિગેરેએ નિહાળીને શુભેચ્છા પાઠવી હતી.