કુલગામમાં સેનાએ ૩ આતંકીને ઠાર માર્યા, Dy.SP શહીદ

526

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફરી સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સુરક્ષાદળ દ્વારા આ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જેમાંથી એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે ભારત માટે ફરી એક ખરાબ સમચાર છે કે આ અથડામણમાં એસઓજીના ડીવાય.એસ.પી. અમન કુમાર શહીદ થયા છે. આ સીવાય અમન ઠાકુરના બોડીગાર્ડ પણ આ અથડામણમાં ઘાયલ થયા હતા અને એક મેજર, એક જવાન પણ ઘાયલ થયા હતા. હાલ આ ઓપરેશન ચાલી રહ્યું છે. જણાવી દઇએ કે કાશ્મુરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘાટીના વિસ્તારમાં ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. તેમજ સેના દ્વારા આતંકવાદીઓને ડામવા માટે અલગ-અલગ મિશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઘાટી વિસ્તારમાં લગભગ ૬૦ જેટલા સક્રિય આતંકવાદીઓ સંતાઇને બેઠા છે. જેમાંથી ૩૫ આતંકવાદીઓ પાકિસ્તાની છે. આ આંતકીઓને પકડી-પકડીને મારવા માટે સેના દ્વારા ઓપરેશન-૬૦ ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા સેના દ્વારા ઓપરેશન-૨૫ પણ ચલાવવામાં આવ્યું હતું કે જે સફળ રીતે પૂર્ણ થયું હતું. પુલવામા હુમલા સહિત, અત્યાર સુધીમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં ભારતના ૪૫ જવાન શહીદ થયા છે.

Previous articleખેડૂતોના ખાતામાં ૨૦૨૧ કરોડ જમા કરાયા
Next articleતા.૨૫-૦૨-ર૦૧૯ થી ૦૩-૦૩-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય