રાજુલા તાલુકાના દેવપરા ગામમાં શિક્ષણની સ્થિતિ અતિ દયનિય છે. ત્યારે આ પછાત ગામમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. તાકિદે ઘટતા પગલાં નહિં ભરાય તો જન આંદોલન કરી શાળામાં તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજુલાના દેવપરા ગામમાં આચાર્ય તરીકે તાજેતરમાં રાકેશભાઈ ગરાણીયાની નિમણુંક થઈ છે. જે શાળામાં અનિયમિત હોય છે. હાજર રહેતા નથી ખાનગી ધંધાઓ કરતા હોય ત્યારે બાળકોના શિક્ષણ પર અસર પડી રહી છે. અગાવ ભાકોદરથી ફરજ બજાવી હાલ અહીં બદલી કરાવીને આવ્યા છે. રાજયના મોટા રાજકીય નેતા સ્થાનિક નેતા સાથે ધરોબો ધરાવતા હોવાથી શાળામાં હાજર રહેતા નથી.
આ બાબતે ગામના આગેવાનો જયસુખભાઈ તેમજ ચેતનભાઈ શિયાળે સ્થાનિક શિક્ષણ શાખા જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણમંત્રીને રજુઆત કરી જો કાર્યવાહી કરી આ આચાર્યને તાલુકા બહાર મુકવામાં નહિ આવે તોત ાળાબંધી સહિતના આંદોલનો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.