અદાણી સંચાલિત GK હોસ્પિટલમાં ૫ વર્ષમાં ૧૦૦૦થી વધુ નવજાત શિશુના મોતઃ સરકારની કબૂલાત

622

કચ્છમાં ભુજ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલનું સંચાલન પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ અદાણી એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનને સોંપાયું ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષમાં આ હોસ્પિટલમાં ૧૦૦૦થી વધુ નવજાત શિશુના મોત થયા છે. ખુદ ગુજરાત સરકારે વિધાનસભામાં આની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ફક્ત પાંચ મહિનામાં જ ગુજરાત અદાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ નામની આ હોસ્પિટલમાં ૧૧૧ નવજાત શિશુના મોત બાદ થયેલા ભારે ઉહાપોહને પગલે રાજ્ય સરકારે હોસ્પિટલની વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા એક તપાસ સમિતિ રચી હતી.

સરકારે રચેલી સમિતિના રિપોર્ટ અનુસાર ભૂજની અદાણી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા નવજાત શિશુનો આંક ૨૦૧૪-૧૫માં ૧૮૮ અને તે પછીના વર્ષે ૧૮૭ હતો. ત્યારપછીના વર્ષે આ આંક લગભગ વધીને ૨૭૬ થઈ ગયો હતો. જ્યારે ૨૦૧૮-૧૯માં અત્યાર સુધીમાં અહીં ૧૫૯ નવજાત શિશુના મોત થયાનું નીતિન પટેલે કોંગ્રેસી ધારાસભ્યના લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. તપાસ સમિતિના મતે અદાણી હોસ્પિટલમાં નવજાત શિશુઓ મોટા ભાગે અધૂરા મહિને જન્મ, ચેપી જીવલેણ રોગો, શ્વસનતંત્રની સમસ્યા, જન્મજાત ખોડખાપણ વગેરે સહિતના કારણે મૃત્યુ પામ્યા હતા. હોસ્પિટલે તો નિર્ધારિત ધારા-ધોરણોનું પાલન જ કર્યું હોવાનો પણ નીતિન પટેલે દાવો

અદાણી ફાઉન્ડેશન સંચાલિત જી કે જનરલ હોસ્પિટલ, ભૂજ ખાતે ગત વર્ષના શરૂઆતના પાંચ મહિના એટલે કે જાન્યુઆરીથી મે-૨૦૧૮ દરમિયાન જ ૧૧૧થી વધુ નવજાત શિશુના મોત થતા હોબાળો મચી ગયો હતો. લોકોને સારી સુવિધા મળશે તેવા દાવા સાથે ભૂજ સિવિલ હોસ્પિટલનું સુકાન અદાણી ગ્રુપને સોંપી દેનારી ગુજરાત સરકાર પણ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી અને તેથી જ તેણે આ પ્રકરણે તપાસ સમિતિની રચના કરી હતી. તે સમયે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ કહ્યું હતું કે, આ સમિતિનો રિપોર્ટ આવી ગયા બાદ અમે યોગ્ય પગલાં ભરીશું.

Previous articleઆરોગ્ય કર્મીઓની હડતાળના કારણે દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે
Next articleગુજરાતમાં લાયકાત વિનાના ૮૬૮૦ શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે….!