ઇન્દ્રોડા પાસેથી પકડાયેલા દારૂનો સુત્રધાર ઝડપાયો

632
gandhi24122017-1.jpg

ગાંધીનગર પાસે ઇન્દ્રાડાથી ઝડપાયેલ એક લાખના દારૂ લાવનાર બુટલેગરને એલસીબીએ જડપી લીધો હતો. પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના ઇન્દ્રોડા સર્કલ પાસેથી ગત ૨૨/૧૦/૧૭ના રોજ વોક્સ વેગન વેન્ટો કારમાંથી ૧૩ નંગ બીયરની પેટીઓ અને ૧૮ નંગ વિદેશી દારૂની પેટીઓમાં રહેલા દારૂ મળી કુલ રૂપિયા ૯૬ હજારનો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો.
જેમાં એક શખ્સને ઝડપી લેવાયો હતો, જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો. ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની પોલીસ શોધખોળ કરી રહી હતી, પરંતુ હાથ આવતો ન હતો. ગાધીનગર એલસીબી ટીમના મહિપાલસિંહ, વિપુલકુમારને બાતમી મળી હતી કે ઇન્દ્રોડા પાસે પકડાયેલા દારૂનો સુત્રધાર આવી રહ્યો છે. તેવી બાતમીથી ટીમે વોચ ગોઠવી હતી.

Previous articleહાર્દિક થયો રઘવાયો, કહ્યું- હું કાયર નથી, હું બોલીશ, જેને જે કરવું હોય તે કરે
Next articleત્રિદિવસીય ઉદવાડા ઉત્સવનો પ્રારંભ