રાણપુરની શેઠ કન્યા શાળા ખાતે સંસ્કૃત સંભાષણનો સમાપન સમારોહ

858

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલી રૂક્ષમણિબેન અમૃતલાલ શેઠ સ્કુલ ખાતે સંસ્કૃત ભારતી અને રૂ.અ.શેઠ કન્યાશાળા ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સંસ્કૃત સંભાષણ નો સમાપન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.શાળાની વિદ્યાર્થીનીઓએ સંસ્કૃત માં અલગ અલગ પ્રકારના નાટક,નૃત્યો અને ગીતો રજુકર્યા હતા.આ કાર્યક્રમ સંસ્કૃત ભાષા બોલીને જ કરવામાં આવ્યો હતો.સાથે અલગ-અલગ વસ્તુઓ નુ પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ હતુ રાણપુર ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આ પ્રદર્શન ને જોવા માટે આવ્યા હતા જ્યારે પ્રદર્શનની તમામ વસ્તુઓ ઉપર સંસ્કૃત ભાષા લખવામાં આવી હતી.આ પ્રસંગે રાણપુર નાયબ મામલતદાર ફોરમબેન, રાવળસાહેબ, નિવૃત ડીઈઓ મનોજભાઈ ઉપાધ્યાય, જયશંકરભાઈ રાવળ,તાલુકા પ્રાથમિક સંઘના મહામંત્રી હસમુખભાઈ પટેલ,મુ.કુ-૨ના આચાર્ય કાદરભાઈ કોઠારીયા સહીત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રૂ.અ.શેઠ કન્યાશાળાના આચાર્ય બીપીનભાઈ જાદવ અને મુકેશભાઈ ઈઢારીયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleવઢેરા શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓ સાથે જન્મદિવસની કરેલી ઉજવણી
Next articleઋષીવંશી સમાજનું મહાસંમેલન, સમુહ લગ્ન ગાંધીનગર ખાતે સંપન્ન