ગાંધીનગર ઈન્ફોસીટી ખાતે જુદી જુદી વયજુથના વિદ્યાર્થીઓ માટે ખેલકુદને પ્રોત્સાહન આપવાના હેતુસર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગાંધીનગર ઇન્ફોસીટી ખાતે નટખટ ગૃપ દ્વારા ર કિલોમીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેકટર, ર૯, વંદે માતરમ પાર્ક ખાતે રહેતા હાર્દિકસિંહ વાઘેલાને પ્રથમ સ્થાન મેળવવા બદલ મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.