પાલીતાણા સરકારી હોસ્પિ.ની ૩ જુની સ્ટાફ નર્સોની જો હુકમી

745

પાલિતાણા સરકારી હોસ્પિટલમાં હાલ ડોકટરો તથા અન્ય સ્ટાફ સારો હોય તેમજ કામગીરી સારી કરવાની ભાવનાવાળા હોય પરંતુ વરસોથી જુની નર્સો સાથે સહકાર આપતી નથી તેમજ ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય તેમજ જુની પેધી ગયેલ સ્ટાફ નર્સો નવા આવેલ સ્ટાફનર્સનો તથા ભાઈઓને બગાડી રહ્યા છે. પોતે તો દાદાગીરી અસભ્યતા ભર્યુ વર્તન  છે. પરંતુ નવા સ્ટાફને પરાણે બગાડે છે સ્ટાફ નર્સો ટાઈમે કામ કરતા નથી તેમજ પાલિતાણાથી ચાર બહેનોએ ભાવનગર આર.ડી.ડી. તથા ગાંધીનગર સુધી ત્રણ બહેનોને ફરીયાદ રજુઆતો કરનાર હોવાનું જાણવા મળેલ છે.

પ્રસૃતિગૃહમાં પ્રસૃતિ વખતે બેફામ વાણી વિલાસ કરવો તેમજ પૈસા લેવા ફરજીયાત થઈ ગયા છે જેની નોકરી હોય તેને ફરજીયાત ત્યાં રહેવાનું હોય છે પંરતુ ત્યાં કોઈ રહેતુ નથી ખરાબ વર્તન પૈસા લેવાનું ફરજીયાત કરતા ગરીબો તથા મધ્યમ માણસો મુશ્કેલીમાં મુકાયેલ છે. આ બારામાં એ.સી.બી. દ્વારા સ્ટેપ ગોઠવવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે. ઉચ્ચકક્ષાએથી પગાર સિવાય અન્ય કેટલી આવકો છે. તેની એ.સી.બી. દ્વારા તપાસ કરવામાં આવે તો ઘણુ બહાર આવવા સંભવ છે.

Previous articleઓપન ભાવનગર યોગ ચેમ્પિયનશીપમાં જાનવી મહેતા જિલ્લાકક્ષાએ પ્રથમ નંબરે
Next articleબરવાળાના ચાલુ થઇ ગયેલા બસ સ્ટેન્ડનું આજે મંત્રી લોકાર્પણ કરશે !!