વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી પુજા બેદીની પુત્રી એલિયા પણ હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે પોતાની એન્ટ્રીને લઇને તમામ તૈયારી કરી ચુકી છે. પુજા બેદીની ગણતરી સેક્સી સ્ટાર તરીકે કરવામાં આવતી હતી. અભિનેતા સેફ અલી ખાન સાથે તે એન્ટ્રી કરનાર છે. સેફના પ્રોડક્શન હાઉસ દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવનાર છે. હેપ્પ એન્ડિગ ફિલ્મના નિર્માણ બાદ સેફ અલી ખાન બીજી ફિલ્મ બનાવવા માટે જઇ રહ્યો છે. હાલમાં હેવાલ આપવામાં આવ્યા હતા. હવે જાણવા મળ્યુ છે કે સેફ ફર ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. ફિલ્મમાં પુજા બેદીની પુત્રીને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જવાની જાનેમન નામની ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. આ ફિલ્મ ૪૦ વર્ષની એક વ્યક્તિની પટકથા છે જેના પિતા સાથેના સંબંધને લઇને ફિલ્મની પટકથા તૈયાર રાખવામાં આવી છે. પુત્રીની ભૂમિકા પુજા બેદીની પુત્રી અદા કરનાર છે. જ્યારે ૪૦ વર્ષીય વ્યક્તિની ભૂમિકા સેફ અલી ખાન અદા કરનાર છે. સેફ અલી ખાને માહિતી આપતા કહ્યુ છે કે પુજા બેદીની પુત્રી તમામ પ્રકારની કુશળતા ધરાવે છે. તે તમામ પ્રકારની ટ્રેનિંગ પણ લઇ ચુકી છે. જય સેવાક્રમણી પહેલા પણ સેફ સાથે કામ કરી ચુક્યા છે. જે હવે જવાની જાનેમન ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેઓ નિર્દેશક તરીકે છે. રેસ અને રેસ-૨ ફિલ્મમાં તેઓ સેફ સાથે કામ કરી રહ્યા છે. આશરે ૫૦ ઉભરતી યુવતિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેના આધાર પર આખરે બેદીની પસંદગી કરવામાં આવી હતી. જયે ત્યારબાદ સેફ સાથે વાત કરી હતી. સલમાન ખાનની નવી ફિલ્મ નોટબુક ફિલ્મ પર કામ ચાલી રહ્યુ છે. ત્યારબાદ તરત જ તેમની પસંદગી કરવામાં આવી હતી.માર્ચમાં શુટિંગ હાથ ધરવામાં આવશે. સેફ હાલમાં ચાર ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.